Western Times News

Gujarati News

પિતાને લોહીથી લથબથ જાેઇને ગભરાઇ જતા હતા રોહિત શેટ્ટી

મુંબઈ, ફિલ્મમેકર રોહિત શેટ્ટી એમની સુપર હિટ ફિલ્મોથી બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી ચુક્યા છે. પરંતુ તમને જણાવી દઇએ કે અહીંયા સુધી પહોંચવા માટે રોહિત શેટ્ટીએ શરૂઆતના દિવસોમાં અનેક ઘણો સંઘર્ષ કર્યો છે. આ વિશે રોહિત શેટ્ટી કોઇને કોઇ ઇન્ટરવ્યુમાં પોતાની વાત રજૂ કરતા હોય છે.

આ દિવસોમાં રોહિત શેટ્ટી એમની વેબ સિરીઝ ઇન્ડિયન પોલીસ ફોર્સને લઇને ચર્ચામાં છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને શિલ્પા શેટ્ટી જેવા ફિલ્મી સિતારાઓ આ વેબ સિરીઝમાં જાેવા મળશે. આ વેબ સિરીઝને ફેન્સનો જાેરદાર પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. રોહિત શેટ્ટીએ લેટેસ્ટ ઇન્ટરવ્યુ દરમિયાન એમના પિતા એમબી શેટ્ટીની વાતને લઇને કહ્યું કે..મારા પિતા બહુ ઇમોશનલ અને સોફ્ટ વ્યક્તિ હતા.

રોહિત આગળ પિતાને યાદ કરતા જણાવે છે કે પિતાની હાઇટ લગભગ ૬ ફૂટ ૩ ઇંચ હતી, એમને જાેઇને સામાન્ય રીતે લોકો ડરી જતા હતા. જ્યારે એ ૧૩ વર્ષના હતા ત્યારે એમને કોટન ગ્રીન રેસ્ટોરન્ટમાં એક વેટર તરીકે કામ કર્યુ હતુ. આમ કદ અને શરીરથી મજબૂત હોવાને કારણે એમને બોક્સિંગ શરૂ કર્યુ.

ત્યારબાદ મારા પિતા પર ડાયરેક્ટર અજીમ ભાઇની નજર પડી અને એમને રોહિતના પિતાને એક્શન કરવાની સલાહ આપી અને આ રીતે એમબી શેટ્ટીને અસલી કામ શરૂ કર્યુ. ત્યારબાદ એમબી શેટ્ટીએ અમિતાભ બચ્ચનની દીવાર, યાદોં કી બારાત, ત્રિશુલ, ડોન જેવી અનેક ફિલ્મોમાં એક્શન ડાયરેક્ટરનું કામ કર્યુ.

ઇન્ટરવ્યુ દરમિયાન રોહિતે એમના બાળપણ સાથે જાેડાયેલ એક એવો કિસ્સો શેર કર્યો જે સાંભળીને તમે પણ હેરાન થઇ જશો. રોહિતે કહ્યું કે જ્યારે કોઇ ફિલ્મનું શૂટિંગ કરીને પિતા સીધા ઘરે આવતા હતા ત્યારે હાથ લોહીવાળા હોતા. આ જાેઇને રોહિત ખૂબ ગભરાઇ જતા હતા.

રોહિત શેટ્ટી વધુમાં જણાવે છે કે એમને અનેક વાર પિતાને લોહીથી લથબથ જાેયા હતા, પરંતુ આટલી ઇજા થયા પછી પણ હાથમાં પટ્ટી અને માથામાં ટાંકા લઇને કામ પર જતા હતા. પિતાની આ મહેનત જાેઇને રોહિતને પ્રેરણા મળી અને કામ કરવામાં પાછા પડતા નથી.  SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.