સાથ નિભાના સાથિયાની અભિનેત્રી રૂચા હસબનીસ બીજીવાર બની મમ્મી

મુંબઈ, સીરિયલ સાથ નિભાના સાથિયામાં રાશિનો રોલ કરીને ઘરે ઘરે જાણીતી થયેલી એક્ટ્રેસ રૂચા હસબનીસ ફરીથી મમ્મી બની છે. રૂચા હસબનીસે થોડા મહિના પહેલા બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. હવે તેણે ગુડ ન્યૂઝ આપી દીધા છે.
રૂચા હસબનીસે દીકરાને જન્મ આપ્યો છે. રૂચાએ સોશિયલ મીડિયા પર એક સુંદર પોસ્ટ શેર કરીને દીકરાના જન્મની જાણકારી આપી છે. રૂચાએ હોસ્પિટલમાંથી દીકરાની તસવીર શેર કરી છે પરંતુ તેનો ચહેરો છુપાવ્યો છે. રૂચાએ હોસ્પિટલમાંથી દીકરાના પગ દેખાતા હોય તેવો ફોટો શેર કર્યો છે.
હાથમાં નાનકડું બોર્ડ પકડેલું છે જેમાં લખ્યું છે, ‘તું જાદુ છે.’ આ ફોટો શેર કરતાં રૂચાએ લખ્યું, રૂહીનો સાઈડકિક આવી ગયો છે. દીકરાનો જન્મ થયો છે.
રૂચાએ દીકરાના જન્મની ખુશખબરી સોશિયલ મીડિયા પર શેર કરતાં જ કોમેન્ટ્સ સેક્શન શુભેચ્છાઓથી ઊભરાઈ ગયું હતું. ‘સાથ નિભાના સાથિયા’ના તેની કો-એક્ટર ભાવિની પુરોહિત સહિત અદા ખાન, કાજલ પિસલ જેવા સેલેબ્સે અભિનંદન પાઠવ્યા હતા.
નોંધનીય છે કે, રૂચાએ લગ્ન કર્યા ત્યારથી તે ટીવીના પડદેથી દૂર છે. ૧૦ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ તેણે પહેલા સંતાનને જન્મ આપ્યો હતો અને તે તેની દીકરી રૂહી છે. રૂચાએ ૨૬ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ રાહુલ સાથે મહારાષ્ટ્રીયન રિવાજાે પ્રમાણે લગ્ન કર્યા હતા.
રૂચાનો પતિ મનોરંજન ઈન્ડસ્ટ્રીમાંથી નથી. કામમાંથી રૂચાએ બ્રેક લીધો છે ત્યારે તે માતૃત્વને મન ભરીને માણી રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી રૂચા પોતાની જિંદગીની ઝલક ફેન્સને બતાવતી રહે છે. રૂચા છેલ્લે ૨૦૨૦માં આવેલા એક મ્યૂઝિક વિડીયોમાં જાેવા મળી હતી.
આ વિડીયો સીરિયલ ‘સાથિયા’ના મેકર્સ રશ્મિ શર્મા અને પવન કુમાર મારુતે જ બનાવ્યો હતો. પોતાની બીજી પ્રેગ્નેન્સી અંગે વાત કરતાં રૂચાએ અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સને કહ્યું હતું, “મારી પહેલી પ્રેગ્નેન્સી દરમિયાન હું ખુશ હતી સાથે જ થોડી નર્વસ હતી કારણકે હું શીખી રહી હતી.
પરંતુ હવે મને ખબર છે કે કેવો અહેસાસ થાય છે એટલે હું નર્વસ નથી. અગાઉ અમારું બીજું બાળક લાવવાનું કોઈ પ્લાનિંગ નહોતું. હું પણ મારા માતાપિતાનું એકમાત્ર સંતાન છું એટલે મને ખબર છે કે એકલા હોવાની મજા શું છે.
પરંતુ મારા પતિના ભાઈ-બહેન છે એટલે તેમણે કહ્યું કે, આપણી દીકરી પોતાનું ભાઈ કે બહેન મેળવીને ખુશ થઈ જશે. એટલે જ અમે બીજું બાળક લાવવાનો ર્નિણય કર્યો. હું પહેલા બાળક માટે ઉત્સાહિત હતી તેટલી જ બીજા માટે પણ છું.SS1MS