કેસર કેરીની રાહ જોવી પડશે બજારમાં આવતા વાર લાગશે
જૂનાગઢ, કેસર કેરીના સ્વાદ રસિકો માટે એક માઠા સમાચાર આવ્યા છે. દર વર્ષે કેસર કેરીની આબે આવવાની શરૂઆત નવેમ્બર મહિનાથી થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે તાપમાનની ખૂબ વિષમ પરિસ્થિતિને લીધે આંબો રાખનાર ઇજારદારોને પણ ખૂબ મુશ્કેલી વેઠવી પડે, તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે.
જે ફ્લાવરિંગ નવેમ્બરના અંતથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં આવવું જોઈએ, તે ઉગાવો આ વખતે કેરીમાં પાકમાં દેખાયો જ નથી. અમુક વિસ્તારોમાં વાતાવરણની સારી અસરને લીધે કેરીનો પાક આવ્યો છે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં તાપમાનની વિષમ પરિસ્થિતિ જોવા મળી છે.
નવેમ્બરના અંતથી ડિસેમ્બરની શરૂઆતમાં જે કેરીના મોર આવવા જોઈએ, તે આવ્યો નથી. જાન્યુઆરીમાં પણ આ ફ્લાવરિંગ નહિવત રહ્યું હતું. ફેબ્રુઆરીમાં વિસ્તાર પ્રમાણે ૩૦ ટકા ૪૦ ટકા અને ૫૦ ટકા ફ્લાવરિંગ જોવા મળ્યું એટલે અત્યારે વાત કરવામાં આવે તો સરેરાશ ૬૦ ટકા જેવું ફ્લાવરિંગ દરેક બગીચામાં જોવા મળી રહ્યું છે.
હાલમાં મધ્યા પ્રકારના રોગને લીધે કેરીનો પાક વટાણાના સ્ટેજ પર દેખાઈ રહ્યો છે. દર વર્ષે જે તાપમાનમાં ફેરફારો નોંધાતા આવ્યા છે, તેના કરતાં આ વર્ષે તાપમાનમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. અમુક વિસ્તારમાં તાપમાન ઓછું જોવા મળ્યું છે, પરંતુ સરેરાશ વાત કરવામાં આવે તો આ વખતે તાપમાન હજુ પણ વધી શકે તેવી સંભાવનાઓ હવામાન શાસ્ત્રી વ્યક્ત કરી રહ્યા છે.SS1MS