LIC :પગારમાં ૧૭ ટકાનો વધારો થયો, પેન્શનધારકોને પણ મળી ગિફ્ટ
નવી દિલ્હી, કેન્દ્ર સરકારના આ નિર્ણયથી એલઆઈસીના લગભગ ૧ લાખ કર્મચારીઓ અને ૩૦,૦૦૦ની આસપાસ પેન્શનધારકોને રાહત મળશે.
એલઆઈસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ નિર્ણયની જાણકારી આપતા જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે એક ઓગસ્ટે ૨૦૨૨થી ૧.૧૦ લાખ કર્મચારીઓ માટે ૧૭ ટકા વેતન વધારો કરવાની મંજરી આપી દીધી છે. આ વધારા સાથે જ એલઆઈસીના કર્મચારીઓને બે વર્ષનું વેતન એરિયર પણ મળશે. એલઆઈસીના કર્મચારીઓના વેતન વધારાના નિર્ણયથી વાર્ષિક ૪,૦૦૦ કરોડનો નાણાકીય બોજ વધશે.
તેની સાથે જ એલઆઈસીના વેતનનો ખર્ચો પણ વધીને ૨૯,૦૦૦ કરોડ રૂપિયા થવાનું અનુમાન છે. કેન્દ્ર સરકારના એલઆઈસીના કર્મચારીઓ માટે એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમમાં યોગદાનને ૧૦ ટકાથી વધારીને ૧૪ ટકા કરી દીધું છે.
જેનાથી એવા ૨૪૦૦૦ કર્મચારીઓને મોટો ફાયદો થશે, જેમણે ૧ એપ્રિલ ૨૦૧૦ પછી જોઈન કર્યું છે. સરકારે એલઆઈસીના પેન્શનર્સને વન ટાઈમ વળતર આપવાની પણ વાત કહી છે. આ વળતર એલઆઈસીના પેન્શનર્સ અને ફેમિલી પેશનર્સને આપવામાં આવશે.
લાઈફ ઈંશ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈંડિયાએ વેતન વધારા માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. હકીકતમાં જોઈએ તો, શનિવાર ૧૬ માર્ચ ૨૦૨૪ના રોજ ચૂંટણી આચાર સંહિતા લાગૂ થઈ જશે, એટલા માટે ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા સરકારે એલઆઈસીના કર્મચારીઓને વેતનમાં વધારા સાથે પેન્શનર્સને વળતર આપવાનો નિર્ણય લીધો છે.SS1MS