Western Times News

Gujarati News

અમેરિકામાં એફ-૧ વિઝા માટે ભારતીયોને વધુ ચાન્સ મળ્યો

નવી દિલ્હી, અમેરિકાના વિઝાની આશા રાખતા ભારતીય વિદ્યાર્થીઓ માટે પોઝિટિવ સમાચાર આવ્યા છે. વર્ષ ૨૦૨૩માં ભારતીય સ્ટુડન્ટને કુલ ૧.૩૦ લાખ એફ-૧ સ્ટુડન્ટ વિઝા ઈશ્યૂ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૨ની તુલનામાં વિઝાની સંખ્યામાં ૧૪ ટકાનો વધારો થયો છે.

એપ્લાયબોર્ડને ટાંકીને રિપોર્ટમાં જણાવાયું છે કે સળંગ બીજા વર્ષમાં અમેરિકાએ બીજા કોઈ પણ દેશના સ્ટુડન્ટ કરતા ભારતીયોને વધારે વિઝા આપ્યા છે. વર્ષ ૨૦૨૩માં એશિયાના બીજા ચાર દેશોને સંયુક્ત રીતે જે સ્ટુડન્ટ વિઝા અપાયા હતા તેના કરતા ભારતીયોને ૧૦,૦૦૦ વધારે એફ-૧ વિઝા મળ્યા હતા. એક રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકાએ ૨૦૨૨માં કુલ ૪.૧૧ લાખ સ્ટુડન્ટને એફ-૧ વિઝા આપ્યા હતા.

જ્યારે ૨૦૨૩માં લગભગ ૪.૪૬ લાખ એફ-૧ વિઝા આપવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૬થી અત્યાર સુધીનો ડેટા જોવામાં આવે તો એક વર્ષની અંદર સુધી વધુ સ્ટુડન્ટને વિઝા આપવામાં આવ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકા હંમેશાથી એક ફેવરિટ દેશ રહ્યો છે.

જેના કારણે યુએસમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘણા વર્ષથી વધતી જાય છે. દર વર્ષે લગભગ બે લાખથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ તરીકે અમેરિકા જાય છે. અમેરિકન એમ્બેસીના આંકડા પ્રમાણે યુએસમાં ભણતા કુલ વિદેશી સ્ટુડન્ટ્‌સમાં ભારતીયોનું પ્રમાણ ૨૦ ટકાની આસપાસ છે.

નવી ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઈનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપનો અભ્યાસ કરવા માટે ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાને પસંદ કરી રહ્યા છે.

ખાસ કરીને સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથમેટિક્સનો કોર્સ કરતા ભારતીય વિદ્યાર્થીઓ ક્વોલિટી એજ્યુકેશન અને અલગ અલગ કલ્ચરનો અનુભવ લેવા માટે અમેરિકા જતા હોય છે.

એફ-૧ વિઝાએ નોન-ઈમિગ્રન્ટ વિઝા છે જેનાથી વિદ્યાર્થીઓ અમેરિકન પ્રોવિન્સમાં પ્રવેશી શકે છે અને યુનિવર્સિટી, હાઈસ્કૂલ, એલિમેન્ટરી સ્કૂલ, સેમિનાર, લેંગ્વેજ ટ્રેનિંગ પ્રોગ્રામ અથવા અન્ય એકેડેમિક સંગઠનમાં હાજરી આપી શકે છે. અત્યાર સુધી જે ભારતીય વિદ્યાર્થીઓ પાસે એફ-૧ વિઝા હતા તેઓ સ્ટેમમાં પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી ૧૨ મહિનાની ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ મેળવી શકે છે.

હાયર લેવલ પર પોસ્ટ સેકન્ડરી ડિગ્રી મેળવતી વખતે તેઓ વધુ એક વર્ષના ઓપીટીની માંગણી કરી શકે છે. અમેરિકાને સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સનું હબ ગણવામાં આવે છે. અહીં જે પ્રેક્ટિકલ ટ્રેનિંગ મળે છે તે બીજે ક્યાંય નથી મળતું.

જોકે, અમેરિકામાં એજયુકેશન મેળવવું બહુ ખર્ચાળ હોય છે. કેટલાક પ્રોગ્રામની ટ્યુશન ફી ૩૨,૦૦૦ ડોલરથી લઈને ૬૦,૦૦૦ ડોલર સુધી હોય છે.

આ ઉપરાંત ભારત કરતા અમેરિકામાં લિવિંગ કોસ્ટ પણ ૨૪૦ ટકા વધારે હોય છે. આવી સ્થિતિમાં સ્ટુડન્ટ પાસે એફ-૧ વિઝા હોય તો તે ભણવાની સાથે કામ પણ કરી શકે છે. તેના દ્વારા સત્ર ચાલુ હોય ત્યારે દર અઠવાડિયે ૨૦ કલાક કામ કરી શકાય અને રજાઓ હોય ત્યારે સપ્તાહમાં ૪૦ કલાક કામ કરી શકાય છે.

આ ઉપરાંત એફ-૧ વિઝા પાંચ વર્ષ માટે વેલિડ હોય છે. આ દરમિયાન સ્ટુડન્ટ પોતાની જરૂરિયાત પ્રમાણે એકેડેમિક પ્રોગ્રામમાં સ્વિચ પણ કરી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.