Western Times News

Gujarati News

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સારા પહોંચી વેસ્ટર્ન લૂકમાં

મુંબઈ, વિશ્વના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ફ્રેન્ચ રિવેરામાં યોજાઈ રહેલા આ ફેસ્ટિવલમાં આ વર્ષે બોલીવુડની અનેક અભિનેત્રીઓ ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફેસ્ટિવલમાં પહેલા જ દિવસે એશા ગુપ્તાએ હાઈ સ્લિટ ગાઉનમાં સૌકોઈના હોંશ ઉડાડી દીધા હતા. Sara arrived at the Cannes Film Festival in a western look

જ્યારે સારા અલી ખાન દુલ્હનના અવતારમાં રેડ કાર્પેટ પર ઉતરી હતી, પરંતુ આ ફેસ્ટિવલના બીજા લૂક માટે સારા અલી ખાને બ્લેક કલરનું હાર્ટ ગાઉન પહેર્યું હતું. આ ઑફશોલ્ડર ગાઉનમાં સારાએ સૌ કોઈને ચોંકાવી દીધા હતા. સારા અલી ખાન આ ગાઉનમાં ખૂબ જ જાેરદાર લાગી રહી હતી. તેના આ ફોટો સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થઈ રહ્યા છે.

જાેકે, સારાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૩માં ડેબ્યૂ માટે અબૂ જાની અને સંદિપ ખોસલાનો લહેંઘો પહેર્યો હતો. જ્યારે બીજા દિવસે તે વેસ્ટર્ન અંદાજમાં જાેવા મળી હતી. સારાના આ લૂકના ફેન્સ વખાણ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ કેટલાક લોકોને આ લૂક જરાય પસંદ ન આવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

યુઝર્સે કહ્યું હતું કે, તેમને સારાનો આ કાન્સવાળો લૂક કંઈ ખાસ પસંદ નથી આવ્યો. જ્યારે એક યૂઝરે લખ્યું હતું કે, ફક્ત દિપીકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા જ જાણે છે કે, વેસ્ટર્ન આઉટફિટને કઈ રીતે પહેરવું જાેઈએ. તો બીજા યુઝરે લખ્યું હતું કે, સારા આ લૂકમાં ઉંમરલાયક દેખાઈ રહી છે. બીજી તરફ કાન્સમાં ડેબ્યૂ પછી સારાએ જાેની ડેપની ફિલ્મ Jeanne Du Barryના પ્રીમિયરમાં પણ ભાગ લીધો હતો.

સારા અલી ખાન સિવાય જે પણ બોલીવુડ અભિનેત્રીએ કાન્સ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કર્યું છે. તેમાં અનુષ્કા શર્મા, માનુષી છિલ્લર, દિપીકા પાદુકોણ, સની લિયોની અને એશા ગુપ્તાનું નામ પણ સામેલ છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના પહેલા દિવસે સારા, માનુષી છિલ્લર, એશા ગુપ્તા અને ઉર્વશી રૌતેલાનો લૂક સામે આવ્યો છે, જેને જાેઈ સૌકોઈ હેરાન થઈ ગયા છે. આ ફિલ્મ ફેસ્ટિવલ ૨૭ મે સુધી ચાલશે. જ્યારે દર વર્ષની જેમ વર્ષે પણ ઐશ્વર્યા રાય બચ્ચન પણ આ ફેસ્ટિવલમાં જાેવા મળશે. હાલમાં જ તે પુત્રી આરાધ્યા સાતે ફ્રેન્ચ રિવેરા માટે નીકળી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.