Rajkot: ર૦૦ કરોડના ખર્ચે સરદારધામનું નિર્માણ કરાશે
(એજન્સી)રાજકોટ, રાજકોટમાં આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટની ઘોષણા એક રીસોર્ટ ખાતેથી સાંજે ૮ કલાકે કરવામાં આવી હતી. આગામી જાન્યુઆરી માસની તા.પથી૮ દરમ્યાન યોજાનારા આ કાર્યક્રમની ઘોષણા કરતા મુખ્યમંત્રીએ કહયું હતું કે, પાટીદારો રાજયની પ્રગતીનું પાવરહાઉસ છે અને નરેન્દ્ર મોદીના સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના પ્રયાસને સફળ બનાવવા માટે તેઓ કાર્ય કરી રહયા છે. અને સરકાર તેમાં તેમની સાથે છે. આ કામ સરકારનું છે પણ આ સૌ લોકો કરી રહયા છે તે આવકાર્ય છે. રાજકોટમાં ર૦૦ કરોડના ખર્ચે સરદારધામનું નિર્માણ કરાશે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પણ ઈઝ ડુંઈગ બિઝનેસ માટે મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાતના ઔધોગીક વિકાસ માટે આગામી બજેટમાં ૮,પ૮૯ કરોડ રૂપિયાની જાેગવાઈ કરવામાં આવી છે. સરકાર અને સમાજ મળીને સહભાગીદારીથી આગળ ધપી શકે તેનું આ ઉદાહરણ છે. પાટીદાર સમાજ સમયથી ર ડગલા આગળ રહી વિકાસના પંથે ધપી રહયયો છે.
આ તકે આગામી જાન્યુઆરીમાં રેસકોર્સ માટે રહેલી બિઝનેસમીટના અંતીમ દિવસે ર૦૦ કરોશડના ખર્ચે ર,૦૦૦ દિકરા-દીકરી ટોકન દરે રહીને શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેવી સંસ્થા માટે ભુમીપુજન કરવાનો સંકલ્પ પણ કરાવ્યો હતો. સમીટ માટે ર કરોડથી વધુની રકમના દાન જાહેર કરાયા હતા. જયારે સરદારધામ માટે પણ ૩ કરોડથી વધુની રકમના દાન જાહેર થયા હતા. સરકાર પણ સહાય કરશે તેવી મુખ્યયમંત્રીએ ખાતરી આપી હતી.