લો બોલોઃ કોર્પોરેશને રોડ કરતાં ૩ ફૂટ ઉંચું ગટરનું ઢાંકણું બનાવ્યું
(એજન્સી)વડોદરા, આપણે અવાર નવાર કોર્પોરેશનના વિકાસના નમૂના જાેતા હોઈએ છીએ. જેમાં ક્યાંક ભ્રષ્ટ્રાચારના બોલતા પુરવા જાેવા મળે છે તો ક્યાંક અધિકારીઓમાં ઉભરી આવેલી બુદ્ધિનો પ્રર્દશન જાેવા મળતું હોય છે.
ત્યારે ફરીવાર એક એવો જ નમૂનો સામે આવ્યો છે. વડોદરા મહાપાલિકાએ રસ્તાની વચો વચ પોતાની બુદ્ધિનો પ્રદર્શન કર્યું છે. જેમાં રોડની વચ્ચે રોડ કરતા ૩ ફૂટ ઉંચું ઢાંકણું લગાવ્યું છે. વડોદરા મહાપાલિકાના રસ્તા વચ્ચે જાેખમી વિકાસનો નમૂનો સામે આવ્યું છે. રોડ કરતાં ૩ ફૂટ ઉંચું ગટરનું ઢાંકણું લગાવ્યું છે.
વડોદરાના જામુઆ વિસ્તારની આ સમગ્ર બનાવ છે. અત્રે જણાવીએ કે, રોડ વચ્ચે ૩ ફુટ ઉંચો ગટરનો ઢાંકણો લગાવવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. વિકાસના નામે લોકોની સુવિધા વધારવાને બદલે જાેખમ સર્જતી મહાપાલિકાને સદ્ધ બુદ્ધિ આવે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યાં છે.