Western Times News

Gujarati News

સલાબતપુરામાં ગેરકાયદે ચાલતું કોલ સેન્ટર ઝડપાયું

(એજન્સી)સુરત, સુરતમાં સલાબતપુરા પોલીસે રીંગરોડ સ્થિત ટ્‌વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી બિલ્ડીંગમાં ચોથા માળે ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર પર દરોડો પાડ્યો હતો,

આ ઘટનામાં પોલીસે કોલ સેન્ટર ચલાવનાર દાનીશ સલીમભાઇ શાહ તથા કોલ સેન્ટરમાં કામ કરનાર કામીલ મોહમદ રફીક શેખ, અર્ષદ અલ્તાફભાઇ રફત, સાકીર આસીફખાન પઠાણ, ઇમરાન અબ્દુલ ગફાર મણીયાર, સાહીલ સલીમભાઇ નારીયેલી, સાનીયા સાકીર આસીફખાન પઠાણની ધરપકડ કરી છે.

સલાબતપુરા પોલીસે ગેરકાયદે ચાલતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. કોલ સેન્ટરમાંથી એક મહિલા સહિત ૭ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, તેમજ કોલ સેન્ટરમાંથી કુલ ૨.૫૫ લાખની મત્તા કબજે કરવામાં આવી છે, કોલ સેન્ટરમાંથી ડેટા એન્ટ્રીનું કામ આપવાના બહાને લોકોનો સંપર્ક કરવામાં આવતો હતો.

બાદમાં કોન્ટ્રકટ ભંગ કર્યો છે તેમ કહી પોલીસ કેસ કરવાનું કહી તેમજ વકીલના લેટર પેડ પર નોટીસ મોકલી ગ્રાહકો પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી, આ સમગ્ર મામલે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.સુરતમાં સલાબતપુરા પોલીસે રીંગરોડ સ્થિત ટ્‌વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી બિલ્ડીંગમાં ચોથા માળે ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર પર દરોડો પાડ્યો હતો,

આ ઘટનામાં પોલીસે કોલ સેન્ટર ચલાવનાર દાનીશ સલીમભાઇ શાહ તથા કોલ સેન્ટરમાં કામ કરનાર કામીલ મોહમદ રફીક શેખ, અર્ષદ અલ્તાફભાઇ રફત, સાકીર આસીફખાન પઠાણ, ઇમરાન અબ્દુલ ગફાર મણીયાર, સાહીલ સલીમભાઇ નારીયેલી, સાનીયા સાકીર આસીફખાન પઠાણની ધરપકડ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.