Western Times News

Gujarati News

SBIએ ATMમાંથી રોકડ ઉપાડવાના નિયમો બદલ્યા

પ્રતિકાત્મક

મુંબઈ: દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ શુક્રવારે એટીએમ મશીનમાંથી રોકડ ઉપાડવાના નિયમો બદલ્યા છે. ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યાનું બેંક તરફથી જણાવવામાં આવ્યું છે. એસબીઆઈની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે જાે બેંક ખાતામાં પુરતી બેલેન્સ નહીં હોવાને કારણે ટ્રાન્ઝેક્શન રદ થશે તો બેંક આ માટે કાર્ડ ધારકને ચાર્જ લગાડશે. આવા પ્રત્યેક ફેલ ટ્રાન્ઝેક્શન પર ૨૦ રૂપિયા જીએસટી ચાર્જ ચૂકવવો પડશે.

એસબીઆઈ તરફથી તેના ગ્રાહકો પર નૉન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે પણ ફરજિયાત ચાર્જ નાખવામાં આવશે. એસબીઆઈની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે નક્કી કરવામાં આવેલી મર્યાદા બહાર કરવામાં આવનારા કોઈ પણ વધારાના ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે ગ્રાહકોએ ૧૦ રૂપિયાથી લઈને ૨૦ રૂપિયા જીએસટી ચાર્જ ચૂકવવો પડશે.

હાલમાં એસબીઆઈ મેટ્રો શહેરમાં મહિનામાં એટીએમમાં આઠ ટ્રાન્ઝેક્શન માટે કોઈ ચાર્જ નથી લગાડતી. જેમાં પોતાની બેંક એટલે કે એસબીઆઈ એટીએમ મશીનમાં પાંચ ટ્રાન્ઝેક્શન અને અન્ય બેંકના એટીએમમાં ત્રણ ટ્રાન્ઝેક્શન શામેલ છે. આ ઉપરાંત જાે એસબીઆઈ કાર્ડ ધારક પોતાના એટીએમમાંથી ૧૦ હજાર રૂપિયાથી વધારે રોકડ ઉપાડશે તો આ માટે ઓટીપીની જરૂરી પડશે. જ્યારે પણ કાર્ડ ધારક ૧૦ હજારથી વધારે રકમ ઉપાડવાનો પ્રયાસ કરશે ત્યારે તેને પોતાના રજિસ્ટર થયેલા મોબાઇલ નંબર પર એક ઓટીપી મળશે. આ ઓટીપી મશીનમાં દાખલ કર્યા બાદ જ ટ્રાન્ઝેક્શન થઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.