Western Times News

Gujarati News

ગેરકાયદે સીમકાર્ડ દુબઈ મોકલવાનું કૌભાંડઃ ઓનલાઈન ગેમિંગના બહાને લોકો સાથે ચીટિંગનો ગોરખધંધો

સુરતમાં ગેરકાયદે સીમકાર્ડ દુબઈ મોકલતા ૪ ઝડપાયા: ૧૩૮ સીમકાર્ડ કબજે કરાયા

સુરત, બાતમી આધારે સુરત શહેર પોલીસે ગેકાયદે રીતે દુબઈ મોબાઈલના સીમકાર્ડ મોકલતા ચાર ઈસમોને ૧૩૮ સીમકાર્ડ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ઓનલાઈન ગેમિંગના બહાને લોકો સાથે ચીટિંગ થતા હોવાના કિસ્સામાં આ મામલો બહાર આવ્યો છે.

ભારતીય સીમકાર્ડ મેળવી ઓનલાઈન ગેમિંગના બહાને લોકો સાથે ચીટિંગ કરવામાં આવે છે તેમજ દુબઈ ખાતે મોકલવાની પ્રવૃતિ જે અંગે પોલીસ કમિશનર અનુપમનસિંહ ગેહલોતને ધ્યાન પર આવતા તેમની સીધી સુચનાથી ગેરકાયદે રીતે સીમકાર્ડ વેચાણ કરતા દુકાનદારો એજન્ટો પર વોચ રાખવામાં આવી રહ્યું હતું.

તેમજ પોલીસને મળેલ બાતમીને આધારે શહેરના ભેસ્તાન ઉન સનામીલ ચાર રસ્તા પાસેથી સીમકાર્ડની ડિલિવરી હેરાફેરી કરતા ૪ ઈસમોને એક્ટિવ કરેલા ૧૩૮ સીમકાર્ડ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમિયાન ગેરકાયદેસર રીતે મોબાઈલ સીમકાર્ડની હેરાફેરી કરતી ટોળકી બાબતે માહિતી મળેલ હતી અને આ ટોળકીના માણસો પાસે મોટી સંખ્યામાં મોબાઈલ સીમકાર્ડની હેરાફેરી કરતી ટોળકી બાબતે માહિતી મળેલ હતી અને આ ટોળકીના માણસો પાસે મોટી સંખ્યામાં મોબાઈલ સીમકાર્ડની હેરાફેરી કરવામાં આવી રહેલ

જેથી પોલીસને મળેલ પાકી બાતમીના આધારે ભેસ્તાન ઉન સનામીલ ચાર રસ્તા પાસેથી અફઝલ આરીફભાઈ વ્હોરા, જયોતની પાછળ ઉધના, સુરતના તેમજ તેની મોપેડની પાછળ બેસેલ આદીલ ફિરોઝ વોરાનાઓને ઝડપી પાડી તેઓની પાસેથી એરટેલ કંપનીના કુલ્લે ૧૦૧ એક્ટિવ કરેલા સીમકાર્ડ કબજે કરી આ બન્નેની પુછપરછ કરતા જણાવેલ કે બીજા સીમકાર્ડની ડિલિવરી આપવા આવવાના હોવાનું કહેતા

તેઓને સાથે રાખી શાંતીનગર સાઈબાબા મંદિર પાસેથી આરીફ બકસુ સેયક તથા મોહમદ ફારૂકવલી મોહમદ મેમણની પાસેથી બીજા ૩૭ જીઓ કંપની એકટીવ સીમકાર્ડ મળી કુલ ૧૩૮ સીમકાર્ડ કબજે કરી ભેસ્તાન પોલીસે જાણવા જોગ દાખલ કરી આ સીમકાર્ડ ધારણા બાબતે તેમજ સીમકાર્ડ ક્યાં કેવી રીતે અને કોણ સેના માટે ઉપયોગ કરતો હતો તે બાબતે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.