સીધી-સાદી દયાબેનનો આ લુક જોઇને તમે થઇ જશો હક્કા-બક્કા
મુંબઈ, દિશા વાકાણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનો રોલ પ્લે કરીને વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરે છે. દિશા વાકાણીનું પરિચાય વધારે આપવાની જરૂર નથી. કારણકે આ એક્ટ્રેસને બાળકોથી લઇને મોટા એમ દરેક લોકો જાણતા હોય છે.
દયાબેનના ડાયલોગ આજે પણ લોકો યાદ કરતા હોય છે. શાનદાર એક્ટિંગથી હંમેશા ફેન્સને હસાવતી દયાબેન આજે પણ લોકોના દિલમાં રાજ કરે છે.
પોતાની એક્ટિંગથી લોકોને હસાવવા માટે મજબૂર કરી દેતી હોય છે. આ વચ્ચે દયાબેનના ફેન્સ માટે આજે અમે એક વિડીયો લઇને આવ્યા છીએ જેમાં તમને એમનો ગ્લેમરસ અંદાજ જોઇ શકો છો. વિડીયોમાં એક્ટ્રેસનો ગ્લમેરસ લુક જોઇને તમે પણ વિચારમાં પડી જશો.
વિડીયોમાં તમે એક્ટ્રેસનો ગ્લેમરસ લુક જોઇને ઓળખી નહીં શકો કે તારક મહેતામાં સીધી સાદી દેખાતી આ દયાબેન છે. હાલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની દયાબેનનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં દયાબેને બ્લૂ કલરનું સિમરી ટોપ પહેર્યુ છે અને સાથે શોર્ટ મિની સ્કર્ટ પહેર્યો છે.
આ લુકમાં એક્ટ્રેસ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. હંમેશા ગુજરાતી સાડી અને જ્વેલરીમાં સજીધજીને જોવા મળતી દિશા વાકાણીનો આ લુક ફેન્સને હેરાન કરી દે એવો છે. જો કે દિશા વાકાણીનો આ લુક જોઇને પણ બે મિનિટ માટે વિચારમાં પડી જશો. ઉલ્લેખનીય છે કે આ વીડિયો દિશા વાકાણીનો મ્યૂઝિક વીડિયોનો છે. આ વીડિયોમાં દિશા વાકાણીએ ભિગરી ગા..ગીત પર કાતિલ અદાઓ બતાવી છે.
આમ, તમને જણાવી દઇએ કે દયાબેને કરિયરની શરૂઆત થિએટરથી કરી હતી. દિશાએ ગુજરાતીમાં અનેક શો કર્યા છે. વર્ષ ૧૯૯૭માં મોટા પડદા પર નજરે પડી, પરંતુ કંઇ કમાલ કરી શકી નહીં. ત્યારબાદ તારક મહેતામાં કામ કર્યુ. આ શોમાં દયાબેનના રોલથી ફેમસ થઇ ગઇ. જો કે લાંબા સમયથી આ શોમાં નજરે પડી નથી. પરિવાર અને બાળકોની દેખરેખને કારણે વર્ષ ૨૦૧૭માં આ શો છોડી દીધો હતો.SS1MS