સેલ્ફી ક્રેઝીએ જાહન્વી કપૂરની હાલત ખરાબ કરી નાંખી
મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી જાહન્વી કપૂર એની ફિલ્મોની સાથે-સાથે એના લુક્સને લઇને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. જાહન્વી કપૂરનો નવો લુક સામે આવ્યો છે જે સોશિયલ મિડીયામાં આવતાંની સાથે છવાઇ જાય છે. હાલમાં અભિનેત્રીનો લેટેસ્ટ લુક ચર્ચામાં આવ્યો છે.
પરંતુ એક્ટ્રેસનો આ લેટેસ્ટ વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયો ચર્ચાનો મુદ્દો લોકો માટે બન્યો છે. આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે જાહન્વી કપૂર એરપોર્ટની બહાર જોવા મળે છે. આ દરમિયાન જાહન્વી કપૂરને કેટલાંક લોકોએ ઘેરી લીઘી.
આમ, આ ભીડમાંથી એક્ટ્રેસ માંડ માંડ બહાર નીકળી. સેલિબ્રિટી પૈપરાઝી એકાઉન્ટ ફિલ્મી જ્ઞાનના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાહન્વી કપૂરનો આ વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં મુંબઇ એરપોર્ટ પર એક્ટ્રેસની એ સમયે કફોડી હાલત થઇ જ્યાં એ ભીડથી ઘેરાઇ ગઇ.
અભિનેત્રી મંગળવારના રોજ મોડી રાત્રે એરપોર્ટમાંથી બહાર નીકળી. આમ, જ્યારે એરપોર્ટ પર ફેન્સે જાહન્વીને જોઇ તો સેલ્ફી લેવા માટે પડાપડી કરી. એવામાં એક્ટ્રેસ ભીડમાંથી માંડ માંડ બહાર નીકળી. આ દરમિયાન મહિલાઓ તો ઠીક પણ પુરુષોએ એક્ટ્રેસને ભીડમાં ઘેરી લીધી જેના કારણે અનકમ્ફર્ટેબલ થઇ ગઇ. જો કે આ દરમિયાન એક્ટ્રેસ શાંતિ બનાવવાનું કહ્યું અને બધાની લોકોની સાથે સેલ્ફી લીધી.
આ દરમિયાન જાહન્વી કપૂરે ઓલિવ ગ્રીન કલરની ટી શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું. ત્યારબાદ અભિનેત્રી મોડી રાત્રે અર્જૂન કપૂરના બર્થડે સેલિબ્રેશન માટે એના ઘરે પહોંચી હતી. જાહન્વી કપૂરના વર્કળન્ટની વાત કરીએ તો આ દિવસોમાં અનેક મોટી ફિલ્મોમાં નજરે પડશે.
જેમાં જૂનિયર એનટીઆરની ફિલ્મ દેવરાનું નામ પણ શામેલ છે. જાહન્વી કપૂર અને જૂનિયર એનટીઆરની દેવરા પાર્ટ ૧ ૧૦ ઓક્ટોબરના રોજ તેલુગુ, તમિલ, હિન્દી, કન્નડ અને મલયાલમમાં થિએટર્સમાં રિલીઝ થશે. ફિલ્મ દેવરામાં જાહન્વી કપૂર અને એનટીઆરની સાથે સૈફ અલી ખાન પણ લીડ રોલ પ્લે કરી રહ્યો છે. આ જાહન્વીની પહેલી તેલુગુ ફિલ્મ છે જેને જોવા માટે ફેન્સ સુપર એક્સાઇટેડ છે. આ સિવાય જાહન્વી કપૂર રામ ચરણની ફિલ્મ આરસી ૧૬માં પણ નજરે પડશે.SS1MS