ભારત પાકિસ્તાન બોર્ડર પર સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યા
ડીસા, તહેવારો તેમજ રજાઓના દિવસોમાં લોકો ફરવા માટે હિલ સ્ટેશનો તેમજ યાત્રાધામોમાં જતા હોય છે પરંતુ હવે ગુજરાતીઓનો ટ્રેન્ડ બદલાયો છે. તહેવારોના સમયમાં નડાબેટ તેમજ ભારત પાક ઇન્ટરનેશનલ બોર્ડર પાસે આવેલ ઝીરો પોઇન્ટ પર પ્રવાસીઓની ભીડ જાેવા મળે છે. આ વખતે રક્ષાબંધનના તહેવારમાં પણ અહીં ભીડ જાેવા મળી હતી. Selfie points were made on India Pakistan border
રાજ્ય સરકાર અને ગુજરાત ટુરિઝમ દ્વારા જ્યારથી નડાબેટનો વિકાસ કરવામાં આવ્યો છે અને પ્રવાસીઓ માટે ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પાસે આવેલ ઝીરો પોઇન્ટને ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારથી તહેવારોના સમયમાં પ્રવાસીઓની ભીડ નડાબેટ તેમજ ઇન્ટરનેશનલ બોર્ડર પર જાેવા મળી રહ્યો છે.
Glimpses of Raksha Bandhan Celebration at the Nadabet Indo-Pak Border
The Jawans who protect the nation by standing focused and fearless at the border are being tied Rakhi – a thread of protection#RakshaBandhan #RakshaBandhan23 #rakshabandhancelebrations #nadabetindopakborder pic.twitter.com/D9YaUq3wz8
— Nadabet Indo-Pak Border (@VisitNadabet) August 30, 2023
તહેવારોના સમયમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ નડાબેટ ખાતે ઉમટતા દેશભક્તિનું અનોખો વાતાવરણ સરહદ પર ઉભું થાય છે. બીએસએફ દ્વારા નડાબેટ ખાતે અટારી બોર્ડર જેવી પરેડ શરૂ કરવામાં આવી છે તે ઉપરાંત નડાબેટ ખાતે બીએસએફનું મ્યુઝિયમ પણ આવેલ છે. ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર સરહદ પર સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યા છે.
આ સેલ્ફી પોઇન્ટ માટે દૂર દૂરથી પ્રવાસીઓ તહેવારોના સમયમાં ઉમટી પડે છે. રક્ષાબંધનના તહેવારને લઈને સરહદ પર ફરજ નિભાવતા દેશના જવાનોને રાખડી બાંધવાનો ટ્રેડ પણ જાેવા મળી રહ્યો છે. નડાબેટ બોર્ડર ખાતે આર્ટ ગેલેરી, મ્યુઝિયમ પ્લેરીયા,ઓડિટોરિયમ, ફૂડ ઝોન ,વિશાળ ગાર્ડન,બાળકો માટે ગેમ ઝોન, સહિત અનેક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે .
નડાબેટ ખાતે માતા નડેશ્વરી નું મંદિર પણ ૫૦૦ મીટર નજીક આવેલું છે. અહીં આવેલા મંદિરના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. નડાબેટ બોર્ડર ઉપર મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે, જેમાં સરહદ પર જવાનો કઈ રીતે ૩૬૫ દિવસ ફરજ બજાવે છે, તે લાઇફમાં એક થીમ બનાવી છે સૈનિકોના પૂતળા મુકવામાં આવ્યા છે.
Nadeshwari Mata Temple: A centre of faith and respect for the common people as well as the Border Security Force (BSF). It is believed that here Mother Nadeshwari herself protects the life of the soldier. Bow down to the historic temple today!#nadeshwarimatatemple #visitnadabet pic.twitter.com/JWzCkiH8xf
— Nadabet Indo-Pak Border (@VisitNadabet) August 30, 2023
અહીં દરરોજ સાંજે ૫ઃ૦૦ વાગે પરેડ યોજાય છે.આ ટુરિઝમ પ્રોજેકટ પર આવતા પ્રવાસીઓ માટે નાસ્તાની જમવાની પણ વ્યવસ્થા કરાઈ છે.સાથે બાળકો માટે ગેમિંગ જાેન પણ બનાવ્યું છે. જેમાં બાળકો ગેમ રમી પણ શકે છે.SS1MS