Western Times News

Gujarati News

મહુવા રણછોડરાયજીની ૧૨૦૦ વર્ષ જૂની અષ્ટભુજાવાળી મૂર્તિ

ભાવનગર, ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં સૌથી પ્રાચીન ભગવાન રણછોડરાયજીનું મંદિર આવેલું છે. ભાવનગરનાં હાર્દસમાં વિસ્તારમાં આવેલા સામુદ્રી માતાજીનાં મંદિરની બાજુમાં જુની હવેલીમાં રણછોડરાયજીનું મંદિર આવેલું છે. અહીં ગુજરાતની પ્રાચીન રણછોડરાયજીની અષ્ટભુજા વાળી મૂર્તિ આવેલી છે.

આ મૂર્તિ ૧૨૦૦ વર્ષ પુરાણી હોવાનું કહેવાય છે. મંદિરનું બાંધકામ અને નકશીકામ પ્રાચીન ઢબનું છે. મહુવા શહેરનું નિર્માણ ચાવડા વંશના શાસનમાં થયુ હોવાનું કહેવાય છે. પ્રાચીન યુગમાં આ સ્થળ ગાઢ જંગલથી ઘેરાયેલ હતું અને તેને મધુવનનાં નામે ઓળખવામાં આવતુ હતુ. તેમજ અહીં મહાલક્ષ્મી માતાજીના મંદિરના નિર્માણ બાદ નગરની સ્થાપના થટ્ઠઈ હોવાનું મનાઈ છે. આ જ સ્થળ પર સામે રણછોડરાયજીના મંદિરની સ્થાપના અને તેનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

મથુરા નગરી પર જરાસંધની ચઢાઈ થઈ તે વખતે યુદ્ધથી બચવા ભગવાન શ્રીકૃષ્ણ રણ છોડીને ભાગ્યા હતાં. બાદ દ્વારકાનું નિર્માણ કર્યું હતું. અહીં રેવતાચલમાં આવેલ હિડિમ્બાવન થઈને મધુવનના જંગલમાં પાંચ ટોબરા વાળા વિસ્તારમાં ભગવાને રાતવાસો કર્યો હોવાની માન્યતા છે.

કારણે તે વખતે તે સ્થળ મધુલક્ષ્મી માતાનું મંદિર અને વૈષ્ણવો દ્વારા આ ભૂમિને પવિત્ર માની ભગવાનના પુનીત ચરણકમળની પ્રસાદી સ્વરૂપે રણછોડરાયજીની અષ્ટભુજા મૂર્તિ સ્થાપિત કરી હતી. અહીં ભગવાન શ્રીકૃષ્ણની ગુજરાતમાં સૌથી પ્રાચીન હવેલી હોવાનુ મનાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.