આતંકવાદીઓએ અપહરણ કરેલા ભારતીયોને મુક્ત કર્યા
મુંબઈ: લીબીયામાં આતંકવાદીઓએ અપહરણ કરાયેલા સાત ભારતીય નાગરિકોને મુક્ત કરી દેવામાં આવ્યાં છે. ટ્યૂનિશિયામાં ભારતીય દૂત પુનિત રોય કુંડલે પુષ્ટી કરી છે. આ તમામ ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને બિહારના રહેવાસી છે.
લીબીયામાં કન્સ્ટ્રક્શન અને ઓઈલ ક્ષેત્રે કાર્યરત સાત ભારતીય નાગરિકોનું આતંકવાદીઓએ અપહરણ કરી લીધું હતુ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે આપેલી માહિતી પ્રમાણે, ૧૩મી સપ્ટેમ્બરે વિઝાની અવિધ પૂરી થઈ જતાં આ ભારતીય નાગરિકો ભારત આવવાની ફ્લાઈટ પકડવા નીકળ્યા હતા. મંત્રાલયે ભારતને અપહૃત નાગરિકોના ફોટો બતાવ્યા હતા. એ મુજબ બધા જ નાગરિકો સુરક્ષિત છે.
અપહરણકર્તાઓએ આ નાગરિકોના ફોટો તેમની કંપનીઓને બતાવીને સલામત હોવાનું જણાવ્યું હતું. એ પછી ખંડણીની ડિમાન્ડ મૂકી હતી. ભારતીય નાગરિકોનું અશવરીફ નામના સ્થળેથી અપહરણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, આ પહેલા પણ વર્ષ ૨૦૧૫માં લીબીયામમાં ચાર ભારતીય નાગરિકોનું અપહરણ થયું હતું. જે બાદ તેમને મુક્ત કરીને લાવવામાં ઘણો સમય લાગ્યો હતો. જે બાદ ભારત સરકારે લોકોને લીબીયાનો પ્રવાસ ન કરવાની સલાહ આપી હતી. મે ૨૦૧૬મા સુરક્ષાને ધ્યાનમાં રાખીને લીબિયાની મુસાફરી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો.