કરીના કપૂરનો ગંદો સીન જોઇને ભડક્યો હતો શાહિદ
મુંબઈ, કોઇ રિલેશનશિપ હોય કે કોઇ ફાઇટ, ફિલ્મી દુનિયામાં કોઈનાથી કંઈ છુપાયેલું નથી. આ બધું ક્યાંકથી સામે આવી જ જાય છે. અને જાે તે બે એક્ટર્સ અથવા એક્ટ્રેસીસ વચ્ચેના ઝઘડા અથવા લડાઈ વિશેની વાત હોય, તો તે ચર્ચામાં આવી જાય તે સામાન્ય છે. પછી તે સલમાન ખાન-શાહરૂખ ખાન વચ્ચેની લડાઈ હોય કે પછી શાહિદ કપૂર-ફરદીન ખાનની લડાઈ.
શાહરૂખ-સલમાનના ઝઘડા વિશે આખી દુનિયા જાણે છે, કારણ કે બંને સુપરસ્ટાર પહેલા ઘણા સારા મિત્રો હતા. પરંતુ, બહુ ઓછા લોકો શાહિદ કપૂર અને ફરદીન ખાન વચ્ચેના ઝઘડાથી વાકેફ હશે, કારણ કે તે શાહરૂખ-સલમાનની લડાઈ જેટલી ચર્ચામાં ન હતી. ફરદીન ખાન અને શાહિદ કપૂર વચ્ચેની આ લડાઈ એક ફિલ્મ અને બોલિવૂડની લીડીંગ એક્ટ્રેસ સાથે સંબંધિત છે. એવું નથી કે કોઈ ચર્ચા જ થઈ નથી.
તેમના ઝઘડાનું કારણ શું હતું અને તેમની લડાઈ ક્યાં થઈ હતી, ચાલો તમને જણાવીએ. હકીકતમાં, આ કિસ્સો ફિલ્મ ફિદા સાથે જાેડાયેલો છે, જેમાં શાહિદ કપૂર અને ફરદીન ખાન સાથે કામ કરી રહ્યા હતા. બંને સાથે કરીના કપૂર ખાન લીડ રોલમાં હતી. આ પહેલી ફિલ્મ હતી જેમાં શાહિદ અને કરીના સાથે કામ કરી રહ્યા હતા. ફિલ્મમાં ફરદીન ખાન અને કરીના વચ્ચે એક બોલ્ડ સીન શૂટ થવાનો હતો.
આ સીનના શૂટિંગ દરમિયાન શાહિદ પણ સેટ પર હાજર હતો. ફરદીન અને કરીના પર શૂટ કરવામાં આવેલો આ સીન શાહિદ જાેઇ ન શક્યો અને તે ફરદીન સાથે બાખડી પડ્યો. ઝઘડો એટલો વધી ગયો કે ફિલ્મના ક્રૂને વચ્ચે પડવું પડ્યું. ફરદીન ખાને એક ઈન્ટરવ્યુમાં ફિદાના સેટ પર આ ઘટનાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
શાહિદ સાથેના મનભેદ વિશે વાત કરતી વખતે તેણે સ્પષ્ટ કર્યું કે તે ઘટના પછી તેમની મિત્રતા પર પણ ઘણી અસર પડી હતી. જાેકે, તેણે એમ પણ કહ્યું કે આ કોઈ મોટો ઝગડો ન હતો. ફરદીને કહ્યું હતું- ‘મેં સાંભળ્યું છે કે તેઓ મારા વિશે આડી અવળી વાતો કરી રહ્યા હતાં, જે ખૂબ જ નાદાન છે.’ ફરદીને કોફી વિથ કરણમાં પણ આ વિશે વાત કરી હતી. ફરદીન એશા દેઓલ સાથે શોમાં પહોંચ્યો હતો.
જ્યારે કરણ જાેહરે ફરદીનને આ ઝગડા વિશે પૂછ્યું તો તેણે કહ્યું- ‘મારી તેની સાથે પર્સનલી કોઈ લડાઈ નથી. પરંતુ, જાે તેને મારી સાથે કોઈ સમસ્યા હતી, તો તે મારી સાથે ફોન કરીને વસ્તુઓ ક્લિયર કરી શકત, પરંતુ તેણે મીડિયા સાથે વાત કરી. હવે આના પર હું શું કહું.SS1MS