ઘૂંઘટ કાઢીને શાહિદ કપૂરે આપ્યા જાતજાતના Funny એક્સપ્રેશન
મુંબઈ, બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર અને એક્ટ્રેસ કૃતિ સેનની જોડી પહેલી વાર કોઇ ફિલ્મમાં સાથે નજરે પડવાની છે. બન્નેની રોમેન્ટિક મુવી ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં રોમાન્સ કરતા જોવા મળવાના છે.
બન્નેની આ ફિલ્મ વેલેન્ટાઇન વીક ૯ ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે જેની લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. આ વચ્ચે હાલમાં શાહિદ કપૂરે એના ઇન્સ્ટા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં એ ઘૂંઘટ કાઢીને જાતજાતના રિએક્શન આપતા જોવા મળે છે જે જોઇને તમે પણ ખડખડાટ હસી પડશો.
આ વિડીયોમાં શાહિદ ઘૂંઘટ ઓઢીને તુ મોટા કિતના હો ગયા ક્લિપ પર જબરજસ્ત લિપસિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયોમાં એક્ટરના એક્સપ્રેશન ખાસ જોવા જેવા છે.
એના જબરજસ્ત એક્સપ્રેશન જોઇને ફેન્સ હસવાનું રોકી શકતા નથી. આમ, તમે પણ આ વિડીયો જોઇને ખડખડાટ હસી પડશો. ફેન્સ શાહિદ કપૂરના આ વિડીયો પર જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે શાહિદ કપૂરના આ વિડીયો પર કોમેન્ટ કરતા લખ્યુ છે કે કબીર સિંહથી કબીરા ભાભી..બીજા એ લખ્યુ છે કે આ આન્ટી મારી જીંદગીમાં દરરોજ આવે તો મને કોઇ આપત્તિ નથી.
આ સિવાય એક્ટરનો આ વિડીયો સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી રહ્યો છે. જો કે આ પહેલા ક્યારેય પણ શાહિદ કપૂર આવા અવતારમાં જોવા મળ્યો નથી. આ કારણે ફેન્સ આ વિડીયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં શાહિદ-કૃતિ સિવાય બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રેસ ડિમ્પલ કાપડીયા પણ અહમ ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ અમિત જોશી અને આરાધના સાહ દ્રારા લિખિત અને નિર્દેશિત છે. ફિલ્મને દિનેશ વિજન, જ્યોતિ દેશપાંડે અને લક્ષ્મણ ઉતેકરે પ્રોડયુસ કરી છે. તમને જણાવી દઇએ કે કૃતિ સેનન છેલ્લે આદિપુરુષ ફિલ્મમાં સીતા બનીને નજરે પડી હતી.
આ પહેલાં મિમીમાં જોવા મળી હતી. આ ફિલ્મ માટે કૃતિને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. જ્યારે શાહિદ કપૂરની વાત કરવામાં આવે તો છેલ્લે વેબ સિરીઝ ફર્ઝીમાં જોવા મળ્યો હતો. લોકોએ આ સિરીઝના ખૂબ વખાણ કર્યા હતા. લોકોને આ સિરીઝ ખૂબ પસંદ પડી હતી. હવે બન્નેની જોડી ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ જોવા માટે ફેન્સ તૈયાર છે.SS1MS