ફિલ્મ રામ તેરી ગંગા મૈલીએ રિલીઝ સાથે બોક્સ ઓફિસ પર તહેલકો મચાવી દીધો હતો
મુંબઈ, બોલિવૂડના દિગ્ગ્જ એક્ટર રાજ કપૂર અને તેના દીકરા રાજીવ કપૂર ભલે આજે આપણી વચ્ચે ન હોય, પરંતુ તે બંનેની યાદો આજે પણ તેમના ફેન્સના દિલોમાં જીવંત છે.
રાજીવ ભલે પોતાના પિતાની જેમ એક્ટિંગમાં કંઇ ખાસ કમાલ ન બતાવી શક્યા હોય પરંતુ પોતાના કરિયરમાં તેણે બોક્સ ઓફિસ પર એક એવી ફિલ્મ આપી હતી, જે આજે પણ લોકો વચ્ચે ખૂબ જ પોપ્યુલર છે અને આ ફિલ્મનું નામ છે ‘રામ તેરી ગંગા મૈલી. ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’એ રિલીઝ સાથે બોક્સ ઓફિસ પર તહેલકો મચાવી દીધો હતો અને કમાણીના મામલે રાજીવની આ ફિલ્મ અમિતાભ બચ્ચનથી લઇને ધર્મેન્દ્ર, મિથુન ચક્રવતી અને સની દેઓલ પર પણ ભારે પડી હતી.
તો ચાલો, તમને વર્ષ ૧૯૮૫ની ૫ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો વિશે જણાવીએ. રાજ કપૂર દ્વારા ડાયરેક્ટેડ આ ફિલ્મ વર્ષ ૧૯૮૫ની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની હતી, જે રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઇ હતી.
આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી, જેમાં મંદાકિની અને રાજીવ કપૂર લીડ રોલમાં હતાં. ૧૯૮૩માં બોલિવૂડ ડેબ્યૂ કરનારા રાજીવની આ પહેલી ફિલ્મ હતી જે બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ હતી.
અમિતાભ બચ્ચન અને અમૃતા સિંહ સ્ટારર આ ફિલ્મ વર્ષ ૧૯૮૫ની બીજી સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની હતી જે એક એક્શન ફિલ્મ હતી, જેનું ડાયરેક્શન મનમોહન દેસાઇએ કર્યુ હતું. આ ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો, જે રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર છવાઇ ગઇ હતી.
વિજય સદાના દ્વારા ડાયરેક્ટરે આ ફિલ્મ વર્ષ ૧૯૮૫ની ત્રીજી સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની હતી, જેમાં મિથુન ચક્રવર્તી સાથે પદ્મિની કોલ્હાપુરી લીડ એક્ટ્રેસ રૂપે જોવા મળી હતી. ફિલ્મમાં બિંદૂ, ડેની ડેન્ઝોંગપા અને અસરાની મહત્ત્વની ભૂમિકાઓમાં હતાં.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ તે ફિલ્મ હતી જેણે મિથુનને ઇન્ડસ્ટ્રીમાં એક નવી ઓળખ અપાવી હતી. તેની ડાન્સિંગ વાળી ઇમેજ આ ફિલ્મ બાદથી બદલાઇ ગઇ.
ધર્મેન્દ્ર અને મિથુન ચક્રવર્તી સ્ટારર આ ફિલ્મ વર્ષ ૧૯૮૫થી ચોથી સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની હતી, જે એક એક્શન ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મને જેપી દત્તા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી હતી અને તે તેના ડાયરેક્શનવાળી પહેલી ફિલ્મ પણ હતી.
ફિલ્મમાં ધર્મેન્દ્ર અને મિથુન ચક્રવર્તી ઉપરાંત મઝહર ખાન, કુલભૂષણ ખરબંધા, રઝા મુરાદ, રીના રોય, સ્મિતા પાટીલ, અનિતા રાજ, નસીરુદ્દીન શાહ અને ઓમ શિવપુરી પણ મહત્ત્વના કેરેક્ટરમાં જોવા મળ્યા હતાં. સની દેઓલ અને ડિંપલ કાપડિયા સ્ટારર આ ફિલ્મ વર્ષ ૧૯૮૫ની પાંચમી સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની હતી, જે રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર છવાઇ ગઇ હતી.
આ એક એક્શન ફિલ્મ હતી, જે રાહુલ રવૈલ દ્વારા ડાયરેક્ટેડ હતી. આ ફિલ્મની સફળતા બાદ, તમિલમાં સત્યા, તેલુગુમાં ભરતમલો અર્જુનુડુ, કન્નડમાં સંગ્રામ અને સિંહલીમાં સુરાનીમાલાના નામે પણ બનાવવામાં આવી હતી.SS1MS