Western Times News

Gujarati News

ફિલ્મ આદિપુરુષનું ટીઝર જોતા જ ભડક્યો શક્તિમાન

મુંબઈ, છેલ્લાં ઘણાં સમયથી ફિલ્મમેકર ઓમ રાઉતની બોલિવૂડ ફિલ્મ આદિપુરુષ ચર્ચામાં છે. આ ફિલ્મમાં એક્ટર પ્રભાસ, ક્રિતિ સેનન અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. રામાયણ આધારિત આ ફિલ્મ ‘આદિપુરુષ’ વર્ષ ૨૦૨૩ની ૧૨મી જાન્યુઆરીએ રિલીઝ થશે.

‘આદિપુરુષ’માં ભગવાન શ્રીરામના રોલમાં પ્રભાસ, રાવણના રોલમાં સૈફ અલી ખાન જ્યારે ક્રિતિ સેનન સીતા માતાના રોલમાં જાેવા મળશે. ‘આદિપુરુષ’ના ડિરેક્ટર ઓમ રાઉતે કહ્યું હતું કે આ ફિલ્મમાં અસત્ય પર સત્યની જીત દર્શાવવામાં આવશે.

ત્યારે હવે ‘આદિપુરુષ’નું ટીઝર જાેતાં એક્ટર મુકેશ ખન્નાએ કહ્યું કે, હિન્દુ ધર્મના પાત્રોને બરબાદ કરવા માટે પૈસાનો ઉપયોગ કરશો નહીં. નહીં તો પરિણામ સારું નહીં આવે.

હિન્દુ ધર્મના દેવી-દેવતાઓનો લૂક બદલશો તો ફિલ્મ નહીં ચાલે. તમામ ચેનલ પર એક જ વાત ચાલી રહી છે કે સૈફ અલી ખાન રાવણ નહીં પણ ખીલજી જેવો દેખાય છે.

આ રાવણ જેવો નથી લાગતો. આ ફિલ્મ નહીં ચાલે. જાે તમને એવું લાગતું હોય કે માત્ર સ્પેશિયલ ઈફેક્ટસથી ફિલ્મ ચાલી જશે તો ખોટું છે. ૧૦૦ અથવા ૧ હજાર કરોડ ખર્ચીને રામાયણ બની શકે નહીં. રામાયણ તેના મૂલ્યો, આસ્થા, લૂક અને ડાયલોગ પર તૈયાર થાય છે.

હું આ પૈસાવાળા લોકોને જણાવી રહ્યો છું કે પૈસાનો ઉપયોગ આપણા ધર્મના પાત્રોને બદલવા માટે કરશો નહીં. ઓમ રાઉતના ડાયરેક્શનમાં બનનારી ફિલ્મ ‘આદિપુરુષ’માં ખરાબ પર સારાની જીત જાેવા મળશે. પ્રભાસ આ ફિલ્મમાં ભગવાન રામના રોલમાં જાેવા મળશે. તલવારબાજી અને ધનુષવિદ્યા જેવી પ્રાચીન સમયની લડાઈની તાલીમ પણ લીધી છે.

પ્રભાસ ‘આદિપુરુષ’માં લીડ રોલ કરશે તેની જાહેરાત થયાના થોડા દિવસો બાદ જ સૈફ અલી ખાન લંકેશનો રોલ કરશે તેવું જાહેર કરાયું હતું. લંકેશ એ લંકાના રાજા રાવણનું બીજું નામ છે ત્યારે સ્પષ્ટ છે કે, સૈફ અલી ખાન ફિલ્મમાં નેગેટિવ રોલમાં જાેવા મળશે.

ફિલ્મમાં ક્રિતી સેનન સીતાનો રોલ કરશે. ઓમ રાઉતે ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’થી હિન્દી ફિલ્મોમાં ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ પણ સ્ટુડિયોમાં શૂટ થઈ હતી અને તેના પણ ફહ્લઠ કમાલના હતા. સ્ટુડિયોમાં જ ફિલ્મ શૂટ કરીને પછી તેમાં ઈફેક્ટ્‌સ આપવી પશ્ચિમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પ્રચલિત કોન્સેપ્ટ છે અને ભારતના ફિલ્મમેકર્સને પણ આ પસંદ પડી રહ્યો છે તેમ સૂત્રએ જણાવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.