Western Times News

Gujarati News

શર્માજી કી બેટીઃ સપનાં અને દિલ તૂટવાની કથા

મુંબઈ, સાક્ષી તંવર, દિવ્યા દત્તા અને સૈયામી ખેર જેવી સજ્જ એક્ટ્રેસ જે ફિલ્મમાં લીડ રોલમાં છે, તેવી ફિલ્મનું ‘શર્માજી કી બેટી’ ટ્રેલર લોંચ થયું છે. આ ફિલ્મ આયુષ્યમાન ખુરાનાની પત્નિ તાહિરા કશ્યપ દ્વારા બનાવવામાં આવી છે.

તેમાં વંશિકા તાપરિયા, અરિસ્તા મેહતા, શારીબ હાશ્મી અને પ્રવીણ ડબાસ જેવા કલાકારો પણ મહત્વના રોલમાં જોવા મળશે. ‘શર્માજી કી બેટી’માં સપનાઓ, મહત્વકાંક્ષાઓ અને મીડલ ક્લાસ પરિવારની મહિલાઓની એકથી વધુ જનરેશન સાથે તાલમેલ જાણવવાની તેમજ અલગ અલગ પરિવારોના માહોલની વાત રસપ્રદ રીતે કરવામાં આવી છે.

ટ્રેલર પરથી આ ફિલ્મની વાર્તા ત્રણ મહિલાઓના જીવન આસપાસ ફરતી હોય તે સ્પષ્ટ થાય છે, ત્રણેયની અટક શર્મા છે, ત્રણેયના જીવનના અલગ અલગ પડકારો છે.

જ્યોતિ, મીડલ ક્લાસ પરિવારની એવી સ્ત્રી છે, જે કૅરિઅર સાથે મા અને પત્નિ તરીકે પરિવારની જવાબદારીઓને બેલેન્સ કરવા માટે સતત સ્ટ્રગલ કરે છે. કિરણ શર્મા એક એવી ગૃહિણી છે, જે થોડાં સમય પહેલાં જ પટિયાલાથી મુંબઈ શીફ્ટ થઈ છે અને તેની આખી દુનિયા ઉલટ-ફુલટ થઈ ગઈ છે.

જોકે, આ પગલું તેને જીવનમાં પોતાની ખરી જાતને શોધવામાં મદદ કરે છે. તો તન્વી શર્મા એક યંગ ક્રિકેટર છે, મેદાન પર તો ચોગ્ગા-ઢગ્ગાનો વરસાદ કરે છે પણ પોતાની મહત્વકાંક્ષાઓ વિશે પોતાના બોયળેન્ડને મનાવવામાં તેને સંઘર્ષ કરવો પડે છે કે તેના આ સપનાં લગ્નથી પણ ઉપર છે.

આ સાથે જ ટ્રેલર ફિલ્મની બે ટીનેજ શર્માની જિંદગીની ઝલક પણ આપે છે. જેઓ મેનસ્ટ્રએશનની મિસ્ટરીને સોલ્વ કરવા માટે સ્ટ્રગલ કરે છે. આ ફિલ્મ વિશે વાત કરતા તાહિરા કશ્યપે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે, “મારા માટે ‘શર્માજી કી બેટી’ સપનું સાકાર થવા જેવું છે.

આ મારું ડેર્ક્ટર તરીકે ડેબ્યુ છે એટલે નહીં પણ મને મારા દિલથી ઘણા નજીકના વિષય – સ્ત્રી સશક્તિકરણ પર કામ કરવા મળ્યું તેથી આ ફિલ્મ મારા માટે ખાસ છે. હળવી, સંઘર્ષમાં પણ રમુજી ઘટનાઓ, જીત અને મીડલ ક્લાસની મહિલાઓના બહોળા અનુભવ આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મનું દરેક પાત્ર મારી પોતાની સફરનો એક ભાગ છે, આ ફિલ્મ બનાવવાની પ્રક્રિયા મારા માટે અતિશય અંગત હતી.”

દિવ્યા દત્તાએ આ ફિલ્મ વિશે જણાવ્યું હતું, “મને લાગે છે કે, ‘શર્માજી કી બેટી’ એ અલગ અલગ પેઢીઓની અલગ અલગ મહિલાઓની રોજબરોજના જીવનમાં કરવા પડતા સંઘર્ષને દર્શાવતી એક મહિલાના દૃષ્ટિકોણથી બનેલી એક તરોતાજા ફિલ્મ છે. મેં જ્યારે સ્ક્રિપ્ટ વાંચી તો હું મારા પાત્ર, કિરણ અને પાત્રની સુંદરતાના પ્રેમમાં પડી ગઈ.

આ પાત્રનો સ્વભાવ પરિસ્થિતિ સામે લડી લેવાનો છે, પરંતુ અંગત જીવનમાં તેને જે સંઘર્ષનો સામનો કરવો પડે છે, તેના કારણે તે બહુ જ ભાવુક પણ છે. કિરણનું પાત્ર ભજવવામાં મને મારી અભિનય ક્ષમતાના ક્યારેય બહાર ન આવ્યા હોય એવા નવા પાસા પર કામ કરવાની તક મળી. તાહીરાની આ ફિલ્મ માટેની કલ્પના સ્પષ્ટ અને પ્રેરણાત્મક હતી. આ સ્ટોરીને જીવંત કરવી અને તાહીરા સાથે કામ કરવાની બહુ મજા પડી છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.