ઉત્તર ભારતમાં શીતલહેર છવાઈ, ઘણા રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ
નવી દિલ્હી, દેશના ઉત્તર ભારતના રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ શરુ થઈ ગયો છે. રવિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ન્યૂનત્તમ તાપમાન ૫.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ઘટના તાપમાન સાથે જ ઉત્તર ભારતમાં ઠંડી ઝડપથી વધતી જાય છે. તો વળી ભેજ અને ધુમ્મસ પણ વધતો જાય છે.
પહાડી વિસ્તારોમાં તાપમાન સામાન્યથી ૪.૯ ડિગ્રી સેલ્સિયસ નીચે ૩ ડિગ્રી સેલ્સિયસ નીચે ગયું છે, જેની અસર દિલ્હીમાં પણ જાેવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૭ ડિસેમ્બરથી પંજાબ, હરિયાણા અને ઉત્તરી રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસ અને ભેજની સ્થિતી બની રહેવાની સંભાવના છે.
તો વળી શીત લહેરની સ્થિતીને જાેતા બિહારની રાજધાની પટનામાં ૨૬ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી આઠમા ધોરણ સુધીની શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા છે. પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને ઉત્તરી રાજસ્થાનના અમુક ભાગોમાં તાપમાન ૩-૭ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું છે.
આઈએમડીએ ચેતવણી આપી છે કે, આગામી ૨૪ કલાકની અંદર પંજાબ, હરિયાણા અને ઉત્તરી રાજસ્થાનના અમુક ભાગમાં ગાઢ ધુમ્મસ અને ભેજ છવાયેલો રહેશે, પણ તેની ડેનસિટી ધીમે ધીમે ઓછી થઈ જશે અને બાદમાં ભેજના કારણે ઠંડી ફેલાવાની શક્યતા વધી જાય છે.
સોમવારની સવારે આઈએમડી દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવાની સાથે જ ગાઢ ધુમ્મસ અને ઠંડી, અધિકત્તમ અને ન્યૂનત્તમ તાપમાન બંનેમાં ઘટાડાની ભવિષ્યવાણી કરવામાં આવી છે.SS1MS