અરબાઝ ખાનના હાથમાં હાથ નાખીને શૂરા ખાને આપ્યા પોઝ
મુંબઈ, બોલિવૂડ એક્ટર અરબાઝ ખાને મેક અપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે જ્યારથી લગ્ન કર્યા છે ત્યારથી આ કપલ સતત ચર્ચામાં બની રહે છે. અરબાઝ ખાન અને શૂરા ખાન કોઇને કોઇ જગ્યાએ હંમેશા સ્પોટ થતા રહે છે.
પૈપરાઝીના કેમેરામાં હંમેશા કેદ થઇ જતા હોય છે. પૈપરાઝીએ ફરી એક વાર અરબાઝ ખાન અને શૂરા ખાનને મસ્ત અંદાજમાં કેમેરામાં કેપ્ચર કરી લીધા છે. આ કપલ હાથમાં હાથ નાખેલા જોવા મળે છે. આ વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે.
અરબાઝ ખાન અને શૂરા ખાનનો આ વીડિયો સામે આવ્યા પછી ટ્રોર્લ્સના નિશાને ચઢી ગયા છે. આમ, વાત કરવામાં આવે તો અરબાઝ ખાન અને શૂરા ખાનની ગણતરી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીના એક પોપ્યુલર કપલમાં થવા લાગી છે. આ કપલને જોતાની સાથે પૈપરાઝી કેમેરાને લઇને સુપર એક્ટિવ થઇ જાય છે.
સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે અરબાઝ ખાન અને શૂરા ખાન એકબીજાના હાથમાં હાથ નાખીને પોઝ આપી રહ્યા છે. આ કપલને સાથે જોઇને કેટલાક ફેન્સ એમના ભરપૂર વખાણ કરી રહ્યા છે, તો કેટલાક લોકોએ ટ્રોલ કર્યા છે.
આ કપલનો વીડિયો જોયા પછી એક યુઝર્સે લખ્યુ છે કે કાલે જ હાથ બદલાઇ જશે. જ્યારે બીજા એક યુઝર્સે તમારી દીકરી સાથે ક્યાં જાવો છો એ ટાઇપની કોમેન્ટ્સ કરી છે. આટલું જ નહીં એક યુઝર્સે તો ઘડપણનો સહારો એમ કરીને કોમેન્ટ કરી છે. જ્યારે કેટલાકે ડેડી કહીને કોમેન્ટ કરી છે.
અરબાઝ અને શૂરાની લવ સ્ટોરી ‘પટના શુક્લા’ના સેટથી શરૂ થઈ હતી. જ્યારે અરબાઝ શૌરાને પટના શુક્લાના સેટ પર પહેલીવાર મળ્યો હતો, ત્યારે એના પ્રેમમાં પડ્યો હતો. તેઓને ડેટિંગ શરૂ કરવામાં લાંબો સમય થયો ન હતો અને તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાન અને મેક અપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે ૨૪ ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાઇ ગયા.
મુંબઇમાં સલમાન અને અરબાઝની બહેન અર્પિતા ખાનના ઘરે લગ્નની દરેક રસમો પૂરી થઇ હતી. લગ્નમાં અરબાઝ ખાનના દિકરા અરહાન ખાન પણ સાથે પહોંચ્યો હતો.SS1MS