Western Times News

Gujarati News

૧૯૯૮થી સતત વધી રહી છે કોંગ્રેસની બેઠકો અને વોટશેર

અમદાવાદ, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે એક મહિના કરતા પણ ઓછો સમય બાકી છે, આવામાં ટિકિટ વહેંચણી સહિતની મહત્વની કામગીરીઓ પાર્ટીઓમાં ચાલી રહી છે.

કઈ બેઠક પર ભૂતકાળમાં કોને કેટલા મત મળ્યા છે તેની ગણતરીઓ સહિતની બાબતોને ધ્યાનમાં લેવામાં આવી રહી છે. સામાન્ય તફવતથી જે બેઠકો પર ઉમેદવારોની જીત થઈ છે તેનું પણ ગણિત ચકાસવામાં આવી રહ્યું છે.

એન્ટી ઈન્કમ્બન્સીની ઠોકર ના વાગે તેનું પણ ભાજપે ધ્યાન રાખવું જરુરી છે. આપની એન્ટ્રી અને કોંગ્રેસની બેઠકો અને વોટશેર વધવાની બાબતોને પણ ભાજપ દ્વારા ધ્યાનમાં લેવામાં આવી હશે.

૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ૫ એવી બેઠકો જીત્યા છે કે જેમાં જીતનો તફાવત ૧૦૦૦ મતોનો જ છે, જ્યારે ૫૦૦૦ જેટલા મતોનો તફાવત હોય તેવી બેઠકોનો આંકડો ૨૭ થાય છે. આ વર્ષે આ બેઠકો કોના પક્ષમાં જાય છે તે મહત્વનું સાબિત થશે.

ભાજપ માટે આ વર્ષની ચૂંટણીમાં મોટો ચિંતાનો વિષય એ હોઈ શકે કે વર્ષ ૧૯૯૮થી સતત કોંગ્રેસના નબળા પ્રદર્શન છતાં તેની વોટશેર અને બેઠકોમાં વધારો થઈ રહ્યો છે.

બીજી તરફ આ વખતે આમ આદમી પાર્ટી પૂરજાેશમાં ચૂંટણીના મેદાનમાં ઉતરી છે જેનાથી ભાજપ કે કોંગ્રેસને તેનાથી કેટલું નુકસાન થશે તેની ગણતરી જરુરી છે. આપ દ્વારા વિશાળ નહીં પરંતુ નાની-નાની સભાઓ તથા લોકોને જઈને મળવાની પ્રચાર પદ્ધતિ ભલે દેખાતી ના હોય પરંતુ તે ચૂંટણીમાં ઘણી અસર કરી શકે છે. આપની એન્ટ્રી માત્ર ભાજપ જ નહીં પરંતુ કોંગ્રેસની પણ ઊંઘ ઉડાડી દીધી છે.

રિપોર્ટ્‌સ મુજબ ૨૦૧૭ની ચૂંટણીમાં આપના ૨૯ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, જેમાં થયેલા કુલ ૬૯ ટકા મતદાનમાંથી માત્ર ૦.૧૦ ટકા એટલે કે ૨૯,૫૦૯ વોટ મળ્યા હતા.

આ વોટશેર જાેતા હાલ તે ભાજપ-કોંગ્રેસ માટે મોટું જાેખમ ઉભું કરશે તેવી સંભાવના નહિવત છે પરંતુ પંજાબ અને દિલ્હી મોટા ઉદાહરણ છે કે ત્યાં આપે એન્ટ્રી કરીને લોકોને ચોંકાવી દીધા છે.

જાે આ વખતે આપ કોઈ મોટી ઉથલ-પાથલ ના કરે તો સંભાવના છે કે તે વર્ષ ૨૦૨૭માં ભાજપ અને કોંગ્રેસ માટે મોટું જાેખમ ઉભું કરી શકે છે. ૧૯૯૫થી ૨૦૧૭ની ચૂંટણી પર નજર કરીએ તો ભાજપને સૌથી વધુ ૨૦૦૨માં ૧૨૭ બેઠકો મળી હતી, જ્યારે તે પછી ૨૦૦૭માં ૧૧૭, ૨૦૧૨માં ૧૧૫ અને ૨૦૧૭૭માં આંકડો ૯૯ પર અટકી ગયો હતો.

જ્યારે કોંગ્રેસ ૧૯૯૫માં ૪૫ બેઠકો મળ્યા બાદ સતત સારું પ્રદર્શન કરી રહી છે અને બેઠકો પાછલી ચૂંટણીમાં વધીને ૭૭ પર પહોંચી ગઈ હતી, પરંતુ આ પછી તેમાં પક્ષ પલ્ટાના કારણે ઘટાડો નોંધાયો છે.

વોટશેર પર નજર કરીએ તો ૧૯૯૬માં ભાજપને કુલ મતદાનમાંથી ૪૨.૫૧ ટકા વોટશેર મળ્યા હતા, આ દરમિયાન બેઠકો પણ ૧૨૧ મળી હતી, આ ચૂંટણીમાં કોંગ્રેસને ૪૫ બેઠકો અને ૩૨.૮૬% વોટશેર મળ્યા હતા. જ્યારે ૧૯૯૮માં તે વધીને ૪૪.૮૧ થયા હતા પરંતુ બેઠકો ૧૧૭ જ મળી હતી. ૯૮ની ચૂંટણીમાં કોંગ્રેસના વોટશેર અને બેઠકો બન્ને વધ્યા હતા, જેમાં કોંગ્રેસને ૩૪.૮૫% વોટશેર સાથે ૫૩ બેઠકો મળી હતી.

આ પછી ૨૦૦૨ અને ૨૦૦૭માં આમ બે ચૂંટણીઓમાં ભાજપને ૪૯ ટકા કરતા વધુ વોટશેર કર્યા છે. આ બે ચૂંટણીઓમાં કોંગ્રેસની વોટશેરની સાથે બેઠકો પણ વધી હતી. જે પછી ૨૦૧૨માં વોટશેર ઘટીને ૪૭.૮૫% અને તે પછી પરી ૨૦૧૭માં ૪૯.૧૨% વોટશેર મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના વોટશેર ૪૦ને પાર ૪૧.૪૨% પર પહોંચ્યા હતા અને બેઠકો પણ વધીને ૭૭ થઈ ગઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.