ગુજરાતમાં આ શહેરમાં લાગ્યા વિજળીના સ્માર્ટ મિટરઃ મોબાઈલની જેમ રીચાર્જ કરાવી શકાશે
વીજ ગ્રાહકો હવે ઘર બેઠા મોબાઇલની જેમ રિચાર્જ કરાવી શકશે-ગોધરામાં ૪ હજાર જેટલા વીજ ગ્રાહકોના ઘરોમાં સ્માર્ટ મીટરો લગાવાયા
(પ્રતિનિધિ)ગોધરા, ગુજરાત રાજ્યના એમજીવીસીએલના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પંચમહાલના ગોધરા શહેરમાં ડિઝીટલ સ્માર્ટ વિજ મીટર લગાવવાની કાર્યવાહીનો પ્રારંભ કરાયો છે.ગોધરા શહેરમા ૪ હજાર મીટર લાગી ચૂક્યા છે.હાલ મીટરો લગાવાની કામગીરી ચાલુ છે.
બદલાતા સમયમા હવે એ સમય પણ દૂર નથી કે જ્યારે તમારે મોબાઈલ રિચાર્જની જેમ ઇલેક્ટ્રિક મીટર પણ રિચાર્જ કરાવૂ પડશે. સ્માર્ટ મીટર ગૂજરાતમા પ્રથમ પંચમહાલના ગોધરામાં લગાવાની શરૂઆત થઈ ચૂકી છે. વીજળીના વધુ ઉપયોગને નિયંત્રણ કરવા તેમજ અન્ય સમસ્યાઓને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા આ પહેલ શરૂ કરાઈ છે.
સરકારે જે પ્રોજેકટને મંજૂરી આપતા રાજ્યમાં તેની અમલવારી શરૂ કરાઈ છે. જે અમલવારી શરૂ થતાં રાજ્યમાં કેટલાક વિસ્તારમાં હવે સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર લગાવવાની શરૂઆત કરી દેવાઈ છે. જેમાં ગોધરા શહેરમાં સ્માર્ટમીટર લગાવાયા છે.
હાલમાં પાયલોટ પ્રોજેકટ હેઠળ સૌપ્રથમ ૨૫૦૦૦ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર લગાવામાં આવશે. તે પૈકી ગોધરા શહેરમાં પણ ૫૦૦૦ મીટર લગાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. કેન્દ્ર સરકારના ઇડ્ઢજીજી એટલે કે રિવેમ રીફોર્મ લિંક રિઝલ્ટ બેઝ ડિસ્ટ્રીબ્યુશન સેકટર સ્કિલ પ્રોજેકટ હેઠળ આ કામગીરી કરાઈ રહી છે. જે મીટર શરૂ થતા પહેલા રિચાર્જ કરો અને બાદમાં વીજળી નો ઉપયોગ કરો તેવી પ્રક્રિયા જોવા મળશે.
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગેજેટ નંબર ૨૩૦ પ્રમાણે ખેતીવાડી સિવાયના દરેક ગ્રાહકોને પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. જેમાં એમજીવીસીએલ ની અંદર ૩૩ લાખ ગ્રાહકોને તેનો સીધો લાભ મળશે.
હાલમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ૨૫ હજાર મીટર ગ્રાહકોને ત્યાં લગાવવામાં આવી રહ્યા છે. જેમાં એમજીવીસીએલ ના કાર્યપાલક ઈજનેર એસ.એસ.ગાંધી અને નાયબ કાર્યપાલક ઈજનેર આર.વી.પટેલના માર્ગદર્શન હેઠળ ગોધરા શહેરમાં પણ ૫૦૦૦ મીટર લગાવવાની હાલમાં કામગીરી ચાલી રહી છે.
જેમાં ગોધરા પૂર્વ પેટા વિભાગ કચેરીમાં સમાવેશ થતા એસઆરપી પોલીસ હેડ કવાર્ટર નાલંદા સુભાષ પાર્ક ઝુલેલાલ રામેશ્વર ચિત્રાખાડી છપૈયા ધામ ખાડી ફળિયા વગેરે વિસ્તારોમાં ૪,૦૦૦ જેટલા મીટર હાલ લાગી ચૂક્યા છે.