સોશિયલ મીડિયામાં વિડીયો ઉતારી અફવા ફેલાવનાર વિરૂધ્ધ થઈ શકે છે પોલીસ ફરિયાદ
સોશિયલ મીડિયામાં લઠ્ઠાકાંડની અફવા ફેલાવનાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ-યુવકને ખેંચ આવતાં સ્થાનિકોએ ડુંગળી સુંઘાડી હોવાનો વીડીયો ઉતારીને સોશિયલ મીડીયામાં વાઈરલ કરવામાં આવ્યો હતો
અમદાવાદ, બોટાદ અને અમદાવાદ જીલ્લામાં થયેલા લઠ્ઠાકાંડ થયો હોવાની ખોટી માહિતી સોશીયલ મીડીયામાં વાઈરલ થતાં ચકચાર મચી ગઈ છે. કોઈ અજાણ્યા શખ્સે સોશીયલ મીડીયામાં એક વીડીયો વાઈરલ કર્યો હતો. જેમાં શાહપુરના કીડી પાડાની પોળમા લઠ્ઠાકાંડ સર્જાયો હોવાની માહિતી આપી હતી.
વીડીયોને આધારે પોલીસ પણ ઘટનાની ગંભીરતા સમજીને કીડી પાડાની પોળમાં પહોચે ગઈ હતી. જાેકે ત્યાં કોઈ લઠ્ઠાકાંડ નહી થયો હોવાની વિગતો સામે આવતાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. વીડીયો જ વાઈરલ થયો છે. તેમાં એક યુવકને ખેચ આવી હોવાનું કીડી પાડાના રહીશોએ કીધું હતું.
પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એસ.એમ. સીસોદીયાઓ શાહપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ખોટી માહિતી સોશીયલ મીડીયામાં વાઈરલ કરવા બદલ ફરીયાદ કરી છે.શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલી કીડી પાડાની પોળમાં લઠ્ઠાકાંડ થયો છે.
તેવી વીડીયોકિલપ સોશીયલ મીડીયામાં વાઈરલ થઈ ેછ. તેવી હકીકત પીએસઆઈ એસ.એમ. સીસોદીયાને મળી હતી. વીડીયોને ગંભીરતા લઈને પોલીસની એક ટીમ તરત જ કીડી પાડાની પોળ ખાતે ગઈ હતી. જયાં સ્થાનીકોને પુછપરછ કરી હતી. સ્થાનીકોની પુછપરછ દરમ્યાન કોઈ લઠ્ઠાકાંડ થયો નહી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે વાઈરલ થયેલો વીડીયો સ્થાનીકોને બતાવ્યા હતો. જેથી તેમણે કહયું હતું કે૧ લી જાન્યુઆરીના રોજકીડી પાડાની પોળમાં એક યુવકને ખેંચ આવતાં તે રસ્તા પર સુઈ ગયો હતો. જેથી તેને ડુંગળી સુંઘાડી હતી અને રીક્ષામાં બેસાડીને ઘરે મોકલી દીધો હતો.
યુવકની ખેંચનો વીડીયો મિહીર શિકારી નામના યુવકે તેમના મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો અને બાદમાં ફોવર્ડ કર્યો હતો. સરકાર બદનામ કરવા માટે કોઈ વિધ્નસંતોષી વ્યકિતએ આ વીડીયોને દુરુપયોગ કરીને લઠ્ઠાકાંડ થયો હોવાની ખોટી માહિતી સોશીયલ મીડીયામાં વાઈરલ કરી હતી.
લઠ્ઠાકાંડની ખોટી માહિતીના કારણે લોકો રોષે ભરાય અને સમાજમાં શાંતિ ખોરવાય તે પ્રકારનું કુત્ય આચરવામાં આવ્યું હતું. લઠ્ઠાકાંડ થયો હોવાની ખોટી માહિતી સોશીયલ મીડીયામાં વાઈરલ કરતાં શાહપુર પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.