સ્પેકમાં આંતર કોલેજ “ફૂટબોલ ટુર્નામેન્ટ”નું આયોજન કરાયું

અમદાવાદ, તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસના સ્પોર્ટસ વિભાગ દ્વારા શિયાળા સત્રની શરૂઆતમાં આંતર કોલેજ “ફૂટબોલ ટુર્નામેન્ટનું” આયોજન પ્રો.પરેશ યાદવના (કેમ્પસ સ્પોર્ટસ સંયોજક) માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
જેમાં ભગિની સંસ્થાઓની સાત ટીમોને નોકઆઉટથી સ્પર્ધા રમાડવામાં આવી હતી જેમાં દરકે ટીમના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ સ્પર્ધાના અંતે સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ વિજેતા જાહેર થઇ હતી અને સરદાર પટેલ કોલેજ ઓફ ફાર્મસીને ઉપ વિજેતા જાહેર કરવામાં આવી હતી.
વધુમાં કેમ્પસના સેક્રેટરીશ્રી શીતલ પટેલ તેમજ વિવિધ કોલેજાેના ડાયરેકટરશ્રીઓ અને આચાયૅશ્રીઓએ હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડયું હતું. આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે કેમ્પસ સ્થિતિ વિવિધ વિભાગોના સ્પોર્ટસ સંયોજકોએ મહત્વનું યોગદાન આપ્યું હતું.
આ ઉપરોક્ત પ્રોગ્રામની સફળતા માટે સંસ્થાનાં ચેરમેન શ્રી ગિરીશ પટેલ,સેક્રેટરી શ્રી શીતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જેમિન પટેલ,ધર્મેશ પટેલ, વિકાસ પટેલ,બ્રિજેશ પટેલ , ભાવિન પટેલ અને વિવિધ કોલેજાેના ડાયરેકટરશ્રીઓ અને આચાયૅશ્રીઓ દ્વારા સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા