શ્રીકાંતઃ રાજકુમાર રાવની કરિયરની સૌથી મોટી હિટ બને તેવી શક્યતા
મુંબઈ, રાજકુમાર રાવની ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત નથી થઈ, પરંતુ તેમની એક્ટિંગના વખાણ દરેક ફિલ્મમાં થયાં છે. રાજકુમારની તાજેતરની ફિલ્મ શ્રીકાંત ઓડિયન્સને પસંદ આવી રહી છે અને તે રાજકુમારની કરિયરની સૌથી મોટી હિટ સાબિત થાય તેવી શક્યતા છે.
દેશના ઉદ્યોગસાહસિક શ્રીકાંત બોલાના જીવનના આધારે આ ફિલ્મ બની છે. તેઓ સ્ૈં્માં અભ્યાસ કરનારા પહેલા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી હતા. શ્રીકાંતે દેશના સફળ ઉદ્યોગપતિમાં સ્થાન મેળવ્યું છે. શ્રીકાંત બોલાની બાયોપિકમાં રાજકુમાર રાવની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
આ ફિલ્મ ખૂબ ઓછા બજેટમાં બની છે અને તેને રિલીઝના પહેલા દિવસથી જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. રિપોટ્ર્સ મુજબ, શ્રીકાંતને પહેલા દિવસે રૂ.૨.૨૫ કરોડનું કલેક્શન મળ્યું હતું. શનિવારે તેનું કલેક્શન રૂ.૪ કરોડ પહોંચ્યું હતું. આમ બે દિવસમાં કુલ રૂ.૬.૨૫ કરોડનું કલેક્શન આ ફિલ્મને મળ્યું છે.
રવિવારના દિવસે રૂ.પાંચ કરોડથી વધુનું કલેક્શન મળવાની શક્યતા છે. ફિલ્મના બજેટની દૃષ્ટિએ આ કલેક્શન ઘણું સારું છે. માઉથ પબ્લિસિટીના કારણે આ ફિલ્મને આગામી દિવસોમાં વધુ લાભ થઈ શકે છે. તેના કારણે વીક ડે દરમિયાન પણ ઓડિયન્સને થીયેટર સુધી લાવી શકાય તેમ છે.
રાજકુમાર રાવનો બોક્સઓફિસ રેકોર્ડ ખાસ પ્રભાવશાળી રહ્યો નથી. તેમની કરિયરમાં સૌથી વધુ આવક મેળવનારી ફિલ્મ સ્ત્રી છે. ભારતમાં આ ફિલ્મે રૂ.૧૨૯ કરોડનું કલેક્શન મેળવ્યું હતું. શ્રીકાંતને સ્ત્રી જેવો પ્રારંભિક રિસ્પોન્સ નથી મળ્યો, પરંતુ ઓડિયન્સના રીવ્યૂ અને માઉથ પબ્લિસિટીના કારણે ફિલ્મને લાભ થઈ શકે છે.
બોક્સઓફિસ કલેક્શનમાં વધારાનો ટ્રેન્ડ આ રીતે જળવાયેલો રહે તો રાજકુમારની કરિયરમાં સૌથી મોટી હિટ તરીકે શ્રીકાંતનું નામ આવી શકે છે.SS1MS