Western Times News

Gujarati News

શ્રીલીલાએ સ્ટેજ શોમાં ડેવિડ વોર્નરને ડાન્સના સ્ટેપ્સ શીખવ્યા

મુંબઈ, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરે તેલુગુ ફિલ્મ ‘રોબિન હૂડ’ના ટ્રેલર લોન્ચ પર ડાન્સ કર્યાે, જેનાથી ચાહકો ખૂબ ખુશ થયા. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ ખુશી વ્યક્ત કરી. વોર્નરને ફિલ્મનું શૂટિંગ ખૂબ ગમ્યું અને તેણે ૨૮ માર્ચે ફિલ્મની રિલીઝની જાહેરાત કરી.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરે કોવિડ-૧૯ દરમિયાન હિન્દી અને દક્ષિણ ઉદ્યોગના ગીતો પર નૃત્ય કરીને પોતાના ચાહકોનું મનોરંજન કર્યું હતું અને ત્યારે જે તેને ‘રોબિન હૂડ’ સાથે તેના તેલુગુ ડેબ્યૂની જાહેરાત કરી, ત્યારે ચાહકોને જરાય આશ્ચર્ય થયું નહીં કારણ કે ભારતીય સિનેમા માટે તેમના પહેલાથી જ ઘણા બધા ફોલોઅર્સ છે. ડેવિડ વોર્નરે શ્રીલીલા અને નીતિન સાથે સ્ટેજ શેર કર્યાે.

ત્યારબાદ તેમણે ‘રોબિન હૂડ’ના ટ્રેલર લોન્ચ સમયે સ્ટેજ પર તેમને ડાન્સ સ્ટેપ્સ શીખવ્યા.વહેલી સવારે ડેવિડ વોર્નર હૈદરાબાદ પહોંચ્યા અને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. હાથમાં એક વિશાળ ગુલદસ્તો લઈને, વોર્નર તેની એક ઝલક મેળવવા માટે ભેગા થયેલા તેના ચાહકોને ઓટોગ્રાફ આપતા જોવા મળ્યા. ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે ખુલાસો કર્યાે કે તેને ફિલ્મના શૂટિંગમાં ખૂબ મજા આવી.’

રોબિન હૂડ’નું ટ્રેલર પણ ખૂબ રસપ્રદ લાગે છે. વોર્નરે તેની પહેલી ફિલ્મમાં બ્લોકબસ્ટર એન્ટ્રી કરી છેગયા અઠવાડિયે, ફિલ્મના નિર્માતાઓ, મૈથ્રી મૂવી મેકર્સે, એક્સ પર એક પોસ્ટ સાથે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનું સ્વાગત કર્યું. તેમણે લખ્યું, ‘જમીન પર ચમક્યા પછી અને પોતાની છાપ છોડી દીધા પછી, હવે તેમના માટે રૂપેરી પડદે ચમકવાનો સમય આવી ગયો છે.

ડેવિડ વોર્નરે પણ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી. તેમણે લખ્યું, ‘ભારતીય સિનેમા, હું આવી રહ્યો છું. રોબીન હુડનો ભાગ બનવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. તેને શૂટ કરવામાં ખૂબ મજા આવી. ૨૮ માર્ચે વિશ્વભરમાં ભવ્ય રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.