Western Times News

Gujarati News

વિદ્યાર્થીઓને મકાન ભાડે આપતાં ચેતી જજોઃ નકલી નોટ છાપતો યુવક ઝડપાયો

મકાન ભાડે રાખીને રૂ. 500ની નોટ છાપતો વિદ્યાર્થી ઝડપાયો-દેવગઢ બારીયા પોલીસે સાદા ડ્રેસમાં કોઈ ઓળખી ન જાય તે રીતે ટાવરની આસપાસ છૂટાછવાયા ગોઠવાઈ ગયા હતા

(મઝહર મકરાણી) દેવગઢબારીયા પોલીસે નગરના ઘાટી ફળિયામાં આવેલ શિવમ રેસીડેન્સીમાં રહેતા એક ભાડુઆત વિદ્યાર્થીના ભાડાના મકાનમાં પહોંચીને તો છાપો મારી વિદ્યાર્થીને પકડી પાડી તેને ભાડે રાખેલ મકાનમાંથી રૂ.૫૦૦/- ના દરની એક અસલ નોટ ૨૬૯ જેટલી ૫૦૦ ના દરની નકલી ચલણી નોટો

એક મોબાઇલ ફોન એક પ્રિન્ટર વગેરે મળી રૂપિયા ૨૦,૫૦૦/- નો મુદ્દા માલ ઝડપી પાડી કબજે લીધાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢબારીયાના સિનિયર પી.એસ.આઇ બી.એમ પટેલ પોતાના સ્ટાફના એએસઆઈ મુકેશભાઈ ઉદેસિંહ, હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ ફતેસિંહ રાકેશભાઈ થાવરાભાઈ સુભાષભાઈ ધુળાભાઈ

તથા પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ મનુભાઈ પ્રકાશભાઈ વરસીંગભાઇ તેમજ હિતેશભાઈ અભેસિંગભાઈ ગત રાતે નવરાત્રીના ગરબા બંદોબસ્ત તેમજ મેળા બંદોબસ્ત પેટ્રોલિંગમાં હતા

તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ મનુભાઈને ખાનગી રહે બાતમી મળી હતી કે વાદળી કલરનું જીન્સ પેન્ટ તથા સફેદ પીળા વાદળી કાળા કલરની આડી લાઇનિંગ વાળી ટીશર્ટ પહેરેલ પ્રિયજિતસિંહ નામનો શકમંદ ઈસમ બારીયા ટાવરની આસપાસ ફરી રહ્યો છે અને તેની પાસે ભારતીય ચલણની નકલી નોટો છે.

આ બાતમીને ને આધારે દેવગઢ બારીયા પોલીસે સાદા ડ્રેસમાં કોઈ ઓળખી ન જાય તે રીતે ટાવરની આસપાસ છૂટાછવાયા ગોઠવાઈ ગયા હતા અને બાતમીમાં જણાવેલ કપડાં પહેરેલ ઇસમ નજરે પડતા જ તેને કોડૅન કરી ઝડપી પાડ્યો હતો અને તેની અંગ જડતી લઈ પેન્ટના ડાબા ખીસામાંથી રૂ.૫૦૦/- ના દરની એક નકલી ચલણી નોટ પકડી પાડી તપાસી ખાતરી કર્યા બાદ

તેની પૂછપરછ કરતા તેને નવું પ્રિન્ટર ખરીદી આ ચલણી નકલી નોટની પ્રિન્ટ કરેલ હોવાની કબુલાત કરતા પોલીસે તેને ભાડાના મકાનમાં સાથે લઈ જઈ તપાસ કરતા ભાડાના મકાનમાંથી ૫૦૦ ના દરની બનાવટી ચલણી નોટો નંગ ૨૬૯, રૂપિયા ૧૦,૦૦૦ ની કિંમતનું પ્રિન્ટર નંગ એક રૂ. ૧૦,૦૦૦ ની કિંમતનો ઓપો કંપનીનો મોબાઇલ નંગ એક

સુપર મેકસ કંપનીની બ્લેડ તથા સ્ટીલની એક ફૂટપટ્ટી વગેરે મળી રૂપિયા ૨૦,૫૦૦/- નો મુદ્દા માલ પકડી પાડી કબજે લઈ પકડાયેલ આરોપી સેવાનિયા ગામના પ્રિયજિતસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ વિરુદ્ધ ઈપી કો કલમ ૪૮૯ (એ)(બી)(સી)(ડી,ઈ-૧) મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.