કોઈ પણ મુદ્દે ટ્રોલ કરનારા લોકોની દયા આવતી હોવાનું સુનીલ શેટ્ટીએ કહ્યું
મુંબઈ, સુનીલ શેટ્ટી આમ તો ક્રિકેટર કેએલ રાહુલને દીકરો માને છે, પરંતુ જ્યારે પ્રોફેશનલ લાઈફની વાત આવે ત્યારે તેઓ કોઈ પ્રકારની સલાહ આપવાથી દૂર રહે છે.
હાલમાં એક ઈન્ટરવ્યૂમાં એક્ટરે સ્વીકાર્યું હતું કે, તેમનો જમાઈ ક્રિકેટ ફીલ્ડમાં પોતાના પર્ફોર્મન્સ માટે ટ્રોલ થતો રહે છે, જાે કે તેમને આ અંગે પોતાના વિચારો રજૂ કરવાનું વધારે પસંદ નથી. ‘હું પણ મારા જીવનમાં ટ્રોલ થયો છું. મને પણ લોકો ખરાબ એક્ટર કહેતા હતા. અમે ક્યાં જઈ રહ્યા છીએ તે જાણીને સભાનપણે આ ક્ષેત્રમાં ઉતર્યા છીએ. લોકો મને પૂછે છે કે ‘આવા સમયમાં શું તમે તેને કઈ કહો છો?’ હું તેને શું કહી શકું? તે દેશ માટે રમે છે.
દેશ માટે રમવા પસંદ થવું એ પોતાના જ એક મોટું સન્માન છે. ઘણીવાર સુનીલ શેટ્ટી પણ આ માટે ટ્રો થાય છે, ત્યારે શું તેઓ આ સ્થિતિને વધારે સારી રીતે સમજવામાં કેએલ રાહુલની મદદ કરે છે તેમ પૂછતાં તેમણે કહ્યું હતું કે ‘તે મારા વિશે નથી.
પરંતુ સામાન્ય રીતે જીવનમાં આવું જ થાય છે. એક પોઈન્ટ પર તમે લૉ ફીલ કરી શકો છો, પરંતુ બીજી બાજુ તમે હાઈ ફીલ કરો છો. તમે ઘરે આવો છો, પરિવાર સાથે બેસો છો અને તણાવ દૂર થઈ જાય છે. જે લોકો ટ્રોલ કરી રહ્યા છે તેઓ છે કોણ? તેમનું કેટલું મહત્વ છે તેઓ શેમાંથી પસાર થયા છે? મને ઘણીવાર તેમના પર દયા આવે છે. જાે તમે તેમના દ્રષ્ટિકોણથી જાેશો તો કદાચ તેઓ તમને હતાશ લાગશે. પરંતુ આ બધું ઠીક છે.
તેના બેટે જવાબ આપવો પડશે. હું અને રાહુલ વાત કરી રહ્યા હોઈએ અથવા અન્ય કોઈ વાત કરી રહ્યું હોય તો તેનાથી અમને મદદ મળવાની નથી. ૬૧ વર્ષીય એક્ટરે ઉમેર્યું હતું કે તેણે પ્રેક્ટિસ કરવી પડશે અને રમવું પડશે. અંડરપર્ફોર્મન્સના ઘણા બધા કારણો છે. તમને ઈજા છે. તમે ઉતાર અને ચડાવમાંથી પસાર થઈ રહ્યો છે, ઘણા બધા બાળકો તેમાંથી પસાર થાય છે. આ તેમની જર્ની છે. તેમણે તેમાંથી શીખવું પડશે.
જીવનનો અંત ત્યાં જ નથી આવી જતો. આપણે આગળ વધવું પડશે. તે મજબૂત છોકરો છે. તે ૧૧ વર્ષનો હતો ત્યારથી રમી રહ્યો છે. તે જે રીતે રમે છે તે મને ગમે છે. હું તેવો વ્યક્તિ નથી જે કોઈ પણ કારણથી સ્પોર્ટમેનની ટિકા કરું. રાહુલ અમારા પરિવારમાં આવ્યો તે માટે પોતાને નસીબદાર માનું છું.
પરંતુ આ પહેલા હું રાહુલનો ફેન હતો અને હું હંમેશા રાહુલનો ફેન રહીશ. આશરે બે-ત્રણ વર્ષના રિલેશન બાદ કેએલ રાહુલ અને સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટીએ જાન્યુઆરીમાં લગ્ન કર્યા હતા. ખંડાલા સ્થિત એક્ટરના ફાર્મહાઉસમાં તમામ ફંક્શન યોજાયા હતા. ‘મારા માટે તે મારા દીકરા અહાન જેવો છે.
બંને સરખા છે. તે માનવામાં ન આવે તેવું છે. પરિવાર તરીકે અમે ધન્ય છીએ. હું હંમેશા તેની સાથે ટાઈમ પસાર કરવા તરફ જાેઉ છું. જ્યારે રાહુલ અહીં હોય છે ત્યારે અમે સાથે બેસીને ગોસિપ કરીએ છીએ. હું આથિયાને પણ ખૂબ પ્રેમ કરું છું. હું એમ પણ કહીશ કે, રાહુલ તેના જીવનમાં છે તે માટે આથિયા નસીબદાર છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, અક્ષય કુમાર અને પરેશ રાવલ સાથે સુનીલ શેટ્ટી ફરી એકવાર સ્ક્રીન શેર કરતાં દેખાશે.
ત્રણેય ફિલ્મ ‘હેરા ફેરી ૩’માં જાેવા મળશે. જેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. એક્ટર છેલ્લે વેબ સીરિઝ ‘હંટર તૂટેગા નહીં તોડેગા’માં દેખાયા હતા, જે તેમનું ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ હતું.SS1MS