વિરમગામનો તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪મી જુલાઇના રોજ યોજાશે
પ્રશ્નો માટે ૧૦મી જુલાઈ સુધીમાં મામલતદાર કચેરી વિરમગામ ખાતે અરજી કરવાની રહેશે
વિરમગામ તાલુકાનો જુલાઈ -૨૦૨૪ના માસનો તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૨૪ જુલાઈના રોજ સવારે ૧૧.૦૦ કલાકે મામલતદાર કચેરી વિરમગામ ખાતે યોજાશે.
આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સરકારની તમામ કચેરી અને વિભાગને લગતા તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નોના નિરાકરણ માટે અરજદારશ્રીએ રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટે ૧૦ જુલાઈ ૨૦૨૪ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૦:૩૦ કલાકથી સાંજના ૬:૧૦ કલાક સુધી અરજી કરવા મામલતદારશ્રી વિરમગામ દ્વારા જણાવવામાં આવ્યું છે.