અજય દેવગન અને સંજય દત્ત સાથે હવે જગન શક્તિની ફિલ્મમાં તમન્નાની એન્ટ્રી

મુંબઈ, આજકાલ હવે જંગલ એડવેન્ચર ફિલ્મ ટ્રેન્ડમાં છે, જેમાં એસ એસ રાજામૌલીની ફિલ્મ તો ચર્ચામાં છે જ તેમજ કોમેડીમાં ‘વેલકમ ટુ ધ જંગલ’ પણ આવી રહી છે, ત્યારે ટ્રેન્ડની યાદીમાં વધુ એક ફિલ્મ જોડાઈ છે. ડિરેક્ટર જગન શક્તિની આ ફિલ્મમાં અજય દેવગન લીડ રોલમાં હશે, સંજય દત્ત વિલન તરીકે જોવા મળશે અને તેમની સાથે હવે આ બિગ બજેટ ફિલ્મમાં તમન્ના ભાટિયા પણ જોડાઈ છે.
જગન શક્તિએ આ પહેલાં ‘મિશન મંગલ’ જેવી ફિલ્મ બનાવી છે, હવે અજય દેવગન પહેલી વખત તેની સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું નામ ‘રેન્જર’ રાખ્યું હોવાની ચર્ચા છે. લવ રંચનના લવ ફિલ્મ્સ દ્વારા આ ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં આવશે. જેની સાથે અજય પહેલાં‘દે દે પ્યાર દે’માં કામ કરી ચૂક્યો છે. આ ફિલ્મની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, માર્ચના અંત સુધીમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ જશે.
તેમાં હવે તમન્ના ભાટીયા લીડ રોલમાં જોવા મળશે. તેનું આ ફિલ્મ માટેનું કામ એપ્રિલ મહિનાથી શરૂ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, “તે રેન્જરની ટીમ સાથે કામ કરવા ઉત્સુક છે.
આ રોલ ઘણી મહેનતથી લખાયો છે અને તેમાં એક્ટર તરીકે પોતાની જાતને પુરવાર કરવાની અપાર તકો રહેલી છે. તેણે આ ફિલ્મ માટે જથ્થાબંધ તારીખો આપી છે. તેણે આ પાત્ર માટે વ્યક્તિગત ધોરણે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
જગન શક્તિ સાથે તેણે સ્ક્રિપ્ટ પણ વાંચી લીધી છે.”આ ફિલ્મ વિશે સૂત્રના જણાવ્યા અનુસાર, “આ એક મોટા બજેટની ફિલ્મ છે, અજય પણ આ ફિલ્મમાં જંગલ એડવેન્ટર જેવા વિષયમાં કામ કરવા આતુર છે.
હિન્દી સિનેમામાં ક્યારેય જોવા મથી મળ્યા એવા જંગલના દૃશ્યો સાથેની આ એક એડવેન્ચર ફિલ્મ છે તેમાં ટેન્કોલોજીના ઉપયોગથી પણ અજય ઉત્સુક છે.”અજય આ ઉપરાંત ‘દે દે પ્યાર દે ૨’ પુરી કરી ચૂક્યો છે, હવે તે ‘ધમાલ ૪’નું શૂટિંગ કરશે પછી ‘રેન્જર’, ‘દૃશ્યમ ૩’ અને ‘શૈતાન ૨’નું કામ કરશે. આ પહેલાં ૧ મે, ૨૦૨૫એ તેની ‘રેડ ૨’ રિલીઝ થઈ રહી છે.SS1MS