ટિચરે પેરોટનો સ્પેલિંગ ન આવડતા છાત્રાનો હાથ તોડ્યો
ભોપાલ, બાળકોને અભઅયાસ કરાવતી વખતે ઘણી વખત ટીચર એટલી મારપીટ કરે છે કે, તેઓ ગભીર રીતે ઘાયલ થઈ જાય છે. આવો જ એક મામલો મધ્યપ્રદેશના ભોપાલથી સામે આવ્યો છે. ત્યાં એક ટ્યૂશન ટીચરે ૫ વર્ષની બાળકીને એટલી ખરાબ રીતે માર માર્યો કે, તેનો હાથ જ તૂટી ગયો. પોલીસે ગુરૂવારે મામલાની જાણકારી આપી છે. મામલો સામે આવ્યો બાદ પોલીસે ૨૨ વર્ષના ટીચરની ધરપકડ કરી છે.
હબીબગંજ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર મનીષ રાજ સિંહ ભડૌરિયાએ જણાવ્યું કે, આરોપી પ્રયાગ વિશ્વકર્મા એટલા માટે નારાજ થઈ ગયો હતો કારણ કે, બાળકી પેરોટની સ્પેલિંગ ન બતાવી શકી. એટલા માટે ગુસ્સામાં બાળકીનો હાથ એટલી ખરાબ રીતે મરોડ્યો કે, હાથ તૂટી જ ગયો.
બાળકો સામેના ગુનાઓ સાથે સંકળાયેલા એનજીઓ ચાઈલ્ડલાઈનના ડાયરેક્ટર અર્ચના સહાયે જણાવ્યું હતું કે, આ ઘટના બાદથી બાળકીના જમણા હાથમાં ગંભીર ફ્રેક્ચર થયું છે. છોકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેને કદાચ ટૂંકમાં રજા આપવામાં આવશે. ઈન્સ્પેક્ટર ભદૌરિયાએ જણાવ્યું હતું કે આરોપી પર ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો અને કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ હેઠળ બાળક પર હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, પીડિતાના પરિવારની ફરિયાદને પગલે અમે મંગળવારે તેની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું કે, બાળકીના માતા-પિતાએ હબીબગંજમાં પોતાના ઘરની નજીક રહેનારા ટ્યૂટરને બાળકી માટે એક સ્કૂલની પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે રાખ્યો હતો. તેમણે જણાવ્યું કે, બાળકી અભ્યાસ કરવા માટે શિક્ષકના ઘરે જતી હતી.