અસામાજિક તત્વોએ તલવારો બતાવી પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપી

બાપુનગરઃ પોલીસ પર પથ્થરમારો થતાં તંગદિલી-પથ્થરમારામાં પોલીસના વાહનને નુકસાન
(એજન્સી)અમદાવાદ, આરોપીને પોલીસનો ડર રહ્યો નથી તેવું લાગી રહ્યું છે. પોલીસ પર હુમલાના બનાવો દિવસે દિવસે વધી રહ્યાં છે ત્યારે શહેરના બાપુનગર વિસ્તારમાં મોડી રાતે કેટલાંક અસામાજિક તત્વોએ પોલીસની ટીમ પર પથ્થરમારો કરતાં મામલો બિચક્યો છે. અસામાજિકતત્વો ટોળું વળીને ઉભાં હતાં ત્યારે પોલીસે તેમને ઘરે જતાં રહેવાનું કહ્યું હતું.
પોલીસની વાત ન માનતાં માથાભારે તત્વોએ ટોળા સાથે મળીને પોલીસને ગાળો ભાંડી હતી. પોલીસ ગાડીમાંથી ઉતરીને ટોળાને વેરવિખેર કરવા માટે પહોંચી ત્યારે તેમના પર એકાએક પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પથ્થરમારાના કારણે બાપુનગર વિસ્તારમાં તંગદિલીના કારણે બાપુનગર વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. ટોળાએ પથ્થરમારો કરતાં પોલીસની ગાડીના કાચ તૂટી ગયા હતા.
ટોળામાં એક માથાભારે શખ્સે પોતાના હાથમાં તલવાર લઈને પોલીસની ટીમને બતાવી હતી અને બાદમાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ડી.જી. પ્રજાપતિએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફઝલ શરીદ શેખ (રહે. અકબરનગરનાં છાપરાં, બાપુનગર), મહેફુઝ તેમજ ફઝળની હેન અને ભાભી વિરુદ્ધ પોલીસ પર હુમલાની ફરિયાદ કરી છે.
ડી.ડી. પ્રજાપતિ બાપુનગર પોલીસ સ્ટેશનમાં પીએસાઈ તરીકે છેલ્લા દોઢ વર્ષથી ફરજ બજાવે છે. મોડી રાતે પીએસઆઈ ડી.ડી. પ્રજાપતિ અને તેમનો સ્ટાફ પેટ્રોલિંંગમાં હતા ત્યારે કેટલાંક માથાભારે તત્વોએ તેમના પર હુમલો કર્યાે છે. પીએસઆઈ તેમજ ડ્રાઈવર પ્રભાતસિંહ, પોલીસ કોન્સ્ટેબર હરદેવસિંહ, હોમગાર્ડ વિકાસ, પોલીસની ગાડીમાં પેટ્રોલિંગ કરતાં હતા.
ત્યારે ગરીબનગર ચાર રસ્તા પાસે આવેલી ટ્રાફિક પોલીસ ચોકીની સામે કેટલાક લોકો ટોળું વળીને ઉભા હતા. પીએસઆઈએ આદેશ કરતાંડ્રાઈવર પ્રભાતસિંહે ગાડી ઉભી રાખી હતી અને ટોળામાં નજર કરી હતી. ટોળામાં ફઝલ ફરીદ અહેમદ શેખ, મહેફુઝ સહિતના સાતથી આઠ લોકો ઉભા હતા. પોલીસે ટોળાને વેરવિખર કરવા માટે પોત પોતાના ઘરે જતાં રહેવા માટે સૂચવ્યું હતું.
ફઝલ અને મહેફુઝે પોલીસને જોઈને બૂમાબૂમ શરુ કરી દીધી હતી. જેથી પીએસઆઈએ વધુ ગાડી બોલાવી લીધી હતી. પોલીસનો કાફલો ગાડીમાંથી નીચે ઉતર્યાે ત્યારે પણ ટોળું વેરવિખેર થયું નહીં પોલીસે ટોળાને વેરવિખેર કરવા માટેનો આદેશ આપ્યોપણ કોઈએ તેનું સાંભળ્યું નહીં.