બચ્ચન પરિવાર પોતાના બંગલામાં ધૂમધામથી હોળી રમ્યા
મુંબઈ, નવ્યા નવેલી નંદાએ ઈંસ્ટાગ્રામ પર હોળી સેલિબ્રેશન બાદ અમુક તસ્વીરો શેર કરી છે. તસ્વીરોમાં રંગબેરંગી પિચકારીઓ, રંગા-ગુલાલ સહિત પકવાનોની ઝલક બતાવી છે. નવ્યાએ નાના-નાની સાથે એક મનમોહક તસ્વીર પણ શેર કરી છે.
જેમાં અમિતાભ-જયા રંગો સાથે હોલી રમી રહ્યા છે. ફોટોમાં જયા પિચકારી સાથે રમતા જોવા મળે છે. નવ્યાએ એક અન્ય ફોટોમાં શ્વેતા બચ્ચનના ખોળામાં બેઠેલી જોવા મળે છે. તેમણે હોળીના દિવસે ઘરે બનાવેલા પકવાનોની ઝલક બતાવી છે.
નવ્યાએ નાની જયા બચ્ચનની એક શાનદાર તસ્વીર શેર કરી છે, જેમાં તે ધનુષના આકારની પિચકારી ચલાવી રહી છે. બિગ બીએ ખાસ અવસર પર પોતાના બ્લોગ પર હોળી સાથે જોડાયેલી યાદો શેર કરી છે. અમિતાભે બ્લોગમાં હોળીની શુભકામનાઓ આપતા લખ્યું છે કે, તેમને યાદ નથી કે પ્રતીક્ષા બંગલામાં તેઓ કેટલી વાર હોળી સેલિબ્રેટ કરી ચુક્યા છે.
બચ્ચન પરિવાર દરેક તહેવારને પરિવાર સાથે ધૂમધામથી ઉજવે છે. બચ્ચન પરિવારમાં ડખો હોવાની અફવાઓ સામે આવતી રહી છે, પણ હોળી દહનના અવસર પર ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન એક સાથે જ હતા. આ ઉપરાંત જયા અને ઐશ્વર્યા વર્ષો બાદ એક સાથે જોવા મળ્યા હતા.SS1MS