Western Times News

Gujarati News

૧ કેરેટ કે તેથી વધુ વજન ધરાવતા પોલિશ્ડ હીરા પર ૧ માર્ચથી પ્રતિબંધ લાગુ થશે

(એજન્સી)સુરત, સુરતના હીરા ઉદ્યોગ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. પહેલી માર્ચથી અમેરિકામાં રશિયાના હીરા પર પ્રતિબંધ મુકાશે. જેથી સુરતના ઉદ્યોગને અંદાજે ૩૫ ટકાનો ફટકો પડશે. યુક્રેન યુદ્ધ બાદ અમેરિકામાં રશિયામાં ઉત્પાદિત વસ્તુઓને બેન કરવા પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં ખાસ કરીને હીરા માટે મંજૂરી મળી છે. ઓફેકના ડેપ્યુટી ડિરેક્ટરે દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે.

૧ કેરેટ કે તેથી વધુ વજન ધરાવતા પોલિશ્ડ હીરા પર ૧ માર્ચથી પ્રતિબંધ લાગુ થશે. અડધા કેરેટથી પતલી સાઈઝના હીરાને બેન કરવા બાબતે હવે ૧ સપ્ટેમ્બરે વિચારણા કરાશે. આ જાહેરાતમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આયાતકારોએ પુરાવા પ્રદાન કરવાની જરૂર પડશે કે તેમના પોલિશ્ડ હીરાની રશિયામાં ખાણકામ કરવામાં આવી ન હતી.

સુરતમાં આયાત થતા કુલ રફ ડાયમંડમાંથી ૩૦થી ૩૫ ટકા રફ રશિયાથી આયાત કરવામાં આવે છે. જેના કારણે સુરતની ઈન્ડસ્ટ્રીને અસર થશે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા વૈશ્વિક મંદીના કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો હતો. યુક્રેન રશિયા યુદ્ધને કારણે રશિયાના રફ ડાયમંડ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના કારણે સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે.

મંદીથી મુશ્કેલીમાં મુકાયેલા સુરતના રત્નકલાકારોએ આર્થિક પેકેજની માંગ કરી હતી. ડાયમંડ બુર્સના ઉદ્‌ઘાટન પહેલા આર્થિક સહાય આપવા રજૂઆત કરવામાં આવી હતી. વૈશ્વિક મંદીને કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો હતો. યુક્રેન રશિયા યુદ્ધને કારણે રશિયાના રફ ડાયમંડ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરતમાં પોલિશ્ડ થતાં રફમાં ૩૦ ટકાથી વધુ હિસ્સો રશિયન રફનો હોય છે.

રશિયન રફનો પ્રતિબંધ અને મંદીના કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારો માટે આર્થિક પેકેજની માંગ કરાઇ હતી. માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં પ્રતિક ઉપવાસ કરવાની ચીમકી આપી હતી. જી-૭ દેશોએ રશિયાના હીરા પર પ્રતિબંધ લગાવ્યો છે ત્યારે જીજેઈપીસી દ્વારા રફની આયાત પર વોલેન્ટરી રોક હટાવી લીધી છે. હીરા ઉદ્યોગમાં બેરોજગારી ન વધે તે માટે આ નિર્ણય લેવાયો છે. આગામી ૧૫મીથી હીરા વેપારીઓ રફ હીરા મંગાવી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.