હાઈવે પર કન્ટેનર ઉભું હતું ને કાર ધડાકાભેર અથડાઈઃ 5 મોત
વડોદરા હાઈવે પર અકસ્માતમાં પાંચ સભ્યનાં ઘટનાસ્થળે મોતઃ બે ભાઈના પરિવારમાંથી માત્ર બાળકી જ બચી
રવિવારની રાત પટેલ પરિવાર માટે ગોઝારી સાબિત થઇ છે. મોડી રાત્રે નેશનલ હાઇવે પર જામ્બુવાથી તરસાલી તરફ જઇ રહેલી કાર રોડની સાઈડમાં ઉભેલા કન્ટેનર પાછળ અથડાઇ હતી.
(એજન્સી)અમદાવાદ, રાજયમાં એક પછી એક અકસ્માતની વણજાર જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલાં બે ટ્રક વચ્ચે થયેલા ગોઝારા અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં. ત્યારે અમદાવાદ-ધોળકા હાઈવે પર બોલેરો અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં પાંચ લોકોનાં કમકમાટીભર્યા મોત થયાં હતાં. આ બે ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યારે મોડી રાત્રે વડોદરા નેશનલ હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વર્ષના માસુમ બાળક સહીતી પાંચ લોકોનાં કમકમાટીભર્યા મોત થયાં છે. જયારે એક બાળકીને આબાદ બચાવ થયો છે.
વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર-૪૮ પર મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં કારમાં એક વર્ષના માસુમ બાળક સહિત પાંચ લોકોનાં મોત થયાં છે. અકસ્માતની જાણ થતાં પોલીસ તેમજ ફાયર બ્રીગેડની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી.
આ અકસ્માતમાં ચાર વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે. બે ભાઈ બંનેની પત્ની અને એક વર્ષના બાળકનું મોત થતાં સન્નાટો છવાઈ ગયો છે. પુરઝડપે કાર આવી રહી હતી ત્યારે રોડ પર ઉભા રહેલા કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં તમામનાં કરૂણ મોત થયાં છે. જયારે ચાર વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે.
વડોદરામાં રહેતા બે ભાઈઓનો પરીવાર ગત મોડી રાતે સુરત તરફથી વડોદરા આવી રહયો હતો. પરીવાર વડોદરા નજીક આવેલા જાંબુવા બ્રીજથી તરસાલી તરફ પહોચ્યો હતો. ત્યારે તેમને અકસ્માત નડયો હતો. કાર પુરઝડપે આવી રહી હતી ત્યારે સાઈડ પર ઉભેલા હેવી લોડેડ કન્ટેનરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી.
કાર અથડાતાંની સાથે જ પાંચ લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં.
જયારે બાળકીનો બચાવ થયો હતો. અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફીક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. અકસ્માતની જાણ થતાં સ્થાનીક પોલીસ તેમજ ફાયરબ્રીગેડની ટીમ ઘટનાસ્થળે પહોચી ગગઈ હતી. ફાયર બ્રીગેડની ટીમે અલ્ટો કારમાં સવાર અને એક વર્ષના માસુમ બાળક સહીત પાંચ લોકોને બહાર કાઢયા હતા.
મૃતક પરીવાર વડોદરાના સયાજીપુરા ગામ પાસે આવેલા સાગર ફીલ્મ સીટીની બાજુમાં માધવનગરમાં રહેતો હતો. અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફીક જામ થયો હતો, જેને પોલીસે હળવો કર્યો છે.
મૃતકોના નામ
• પ્રજ્ઞેશ પટેલ (ઉ.વ.૩૪)
• મયૂર પટેલ (ઉ.વ.૩૦)
• ઉર્વશી પટેલ (ઉ.વ.૩૧)
• ભૂમિકા પટેલ (ઉે.વ.ર૮)
• લવ પટેલ (ઉ.વ.૧)
ઈજગ્રસ્તનું નામ
અસ્મિતા પટેલ ઉ.વ.૪