વર્ષોથી દુનિયા ફરે છે કપલ, એમાંથી જ પૈસા પણ કમાય
નવી દિલ્હી, આપણામાંથી મોટા ભાગના લોકો દિવસ-રાત વર્લ્ડ ટ્રાવેલ એટલે કે દુનિયા ફરવા વિશે વિચારતા રહે છે. પરંતુ, દર વખતે તેઓ પૈસા અને રજાઓ વિશે વિચારીને તેમનું સ્વપ્ન છોડી દે છે. સખત પ્રયાસ કરવા છતાં, રજાઓ દરમિયાન ફક્ત આસપાસના સ્થળો જ જોઈ શકીએ છીએ.
પરંતુ, અહીં અમે તમને એક એવા કપલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ટ્રાવેલિંગના આ શોખને ચાલુ રાખવા માટે એક અદ્ભુત આઈડિયા લઈને આવ્યા હતા. આ આઈડિયા એટલો સારો ચાલ્યો કે તે લગભગ ૫ વર્ષથી દુનિયાના અલગ-અલગ સ્થળોએ ફરે છે અને પૈસા પણ કમાઈ રહ્યા છે. આટલું જ નહીં, તેમને હોટેલમાં રહેવા માટે પૈસા ચૂકવવાના નથી અને ટિકિટ માટે પણ ખર્ચ કરવો પડતો નથી.
ખરેખર તો આ અદ્ભુત વિચાર માર્કો અને ફ્રાનનો છે. બંનેને મુસાફરી કરવી ખૂબ ગમે છે. માર્કો અગાઉ શિકાગોમાં એક્સેન્ચરમાં કામ કરતો હતો. દરમિયાન, ફ્રાન આર્જેન્ટિનામાં ઇન્ટર્નશિપ કરી રહી હતી.
એકવાર વર્ષ ૨૦૧૬માં બંને એક ટ્રિપ દરમિયાન મળ્યા હતા. આ પછી બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને લગભગ એક વર્ષ સુધી લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહ્યા. આ સમય દરમિયાન, અન્ય લોકો ડેટ પર જવા માટે કેફે અથવા રેસ્ટોરન્ટ પસંદ કરે છે. પણ આ કપળે તો ડેટ પર જવા માટે જુદા જુદા દેશો પસંદ કરવાનું પસંદ કર્યું. આ સમયગાળા દરમિયાન, બંનેએ ભારત, થાઇલેન્ડ, બ્રાઝિલ અને આર્જેન્ટિના જેવા દેશોમાં એકબીજાને ડેટ કર્યા હતા.
એક વર્ષ સુધી લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહ્યા બાદ આ કપલે ટ્રાવેલિંગના આ શોખને જ પોતાની લાઈફ સ્ટાઈલ બનાવવાનું નક્કી કર્યું. આ અંગે બંનેએ યોગ્ય આયોજન કર્યું અને વર્ષ ૨૦૧૮માં તેઓ નોકરી છોડીને દુનિયાની મુસાફરી કરવા નીકળ્યા. શરૂઆતમાં આ કપલ લાઈફ કોચિંગ બિઝનેસ શરૂ કરવા ઈચ્છતું હતું.
પરંતુ, દર થોડાક દિવસે હોટલ બદલાવાને કારણે તે પોતાનો બિઝનેસ શરૂ થઈ શક્યો ન હતો. તેઓ સ્થિરતા ઇચ્છતા હતા. આ ઉપરાંત હોટેલ અને ફ્લાઈટનો ખર્ચ પણ બચાવવો પડે એમ હતો.
આવી જ પરિસ્થિતિઓ અન્ય લોકો સાથે પણ થાય છે. બિઝનેસ ઇનસાઇડરની એક રિપોર્ટ પ્રમાણે આ કપલને ઇન્સ્ટાગ્રામ રીલ્સ દ્વારા એક બીજા કપલ અંગે જાણવા મળ્યું જે લાંબા સમયથી હાઉસ સીટીંગ કરી રહ્યા હતા. તેનો અર્થ એ કે દંપતી બીજાનાં ઘરમાં રહેતું હતું અને તેમની અને તેમના પાલતુ પ્રાણીઓની સંભાળ લેતું હતું. બદલામાં એ લોકોને પૈસા પણ મળ્યા. માર્કો અને ફ્રાનને પણ આ જ યુક્તિ મળી.
આ પછી, બંનેએ ઝડપથી TrustedHousesitters.com પર તેમની પ્રોફાઇલ બનાવી. નસીબ તો જુઓ, પ્રોફાઇલ બનાવ્યાના ૧૫ દિવસમાં જ તેને અલાસ્કામાં ઘર સંભાળવાનું કામ પણ મળી ગયું. આ ઘરમાં દંપતીએ એક શ્વાન અને એક કોકેટીલ પક્ષીનું ધ્યાન રાખવાનું હતું.SS1MS