ડીઈઓએ ન્યૂ સનરાઈઝ સ્કૂલ પાસે પ્રવાસની વિગતો મંગાવી

વડોદરા, વડોદરામાં બોટ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યો છે. ડીઈઓએ ન્યૂ સનરાઈઝ સ્કૂલ પાસે પ્રવાસની વિગતો મંગાવી છે. શિક્ષણ વિભાગે સ્કૂલ પાસે પિકનિકની મંજૂરી મેળવી હોય તો તે કાગળ રજૂ કરવા માટેનો આદેશ આપ્યો છે.
વડોદરામાં બોટ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યો છે. ડીઈઓએ ન્યૂ સનરાઈઝ સ્કૂલ પાસે પ્રવાસની વિગતો મંગાવી છે. શિક્ષણ વિભાગે સ્કૂલ પાસે પિકનિકની મંજૂરી મેળવી હોય તો તે કાગળ રજૂ કરવા માટેનો આદેશ આપ્યો છે.
સ્કૂલ પાસેથી પ્રવાસ માટે ક્યા શિક્ષકને ઇન્ચાર્જ બનાવ્યા તેની પણ માહિતી માગી હતી. તેમજ ડીઈઓએ કહ્યુ કે સ્કૂલના શિક્ષકો સામે શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે ડીઈઓએ જણાવ્યુ કે સ્કૂલ સામે તપાસ કર્યા બાદ કાર્યવાહી કરાશે.
ગઈકાલે વડોદરાની ન્યૂ સનરાઈઝ નામની શાળાના વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસ માટે લઈ ગયા હતા. જ્યાં બાળકોને બોટિંગ કરાવવામાં આવ્યુ હતુ. તે સમયે બોટ પલટી જતા ૧૨ બાળકો અને ૨ શિક્ષકનું ડૂબવાથી મોત નિપજ્યું હતી.
મળતી માહિતી અનુસાર બોટની ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડ્યા હોવાથી આ દુર્ઘટના બની હતી. તેમજ લાઈવ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા. SS3SS