કોકો ફિલ્મ ૮ કરોડમાં બની અને ૭૩ કરોડ છાપ્યા
મુંબઈ, બોલીવુડની એવી ફિલ્મ, જે મહિના સુધી પરદા પરથી ઉતરી નહિ. ફિલ્મને જોવા ટિકિટ બારી પર લોકોની લાંબી લાંબી લાઈનો લાગે છે. બોલીવુડની આવી ફિલ્મની રીમેક સાઉથમાં પણ બને છે. કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાલ કરે છે તો કેટલીક ફિલ્મો પીટાઈ જાય છે.
મોટા બજેટ વાળી ફિલ્મો ખુબ મોટા પાયે રિલીઝ થાય છે. પછી ફિલ્મો સાઉથની હોય કે બોલીવુડની. વર્ષ ૨૦૧૮માં એક એવી જ ફિલ્મ રિલીઝ થઇ હતી, જેને મેકર્સને ખુબ માલામાલ કરી દીધા. વર્ષ ૨૦૧૮માં મેકર્સે માત્ર ૮ કરોડ રૂપિયાના ખર્ચે એક ફિલ્મ બનાવી હતી.
આ ક્રાઈમ કોમેડી ફિલ્મે લોકોને ખૂબ હસાવ્યા અને ખૂબ રડાવ્યા. ફિલ્મ રિલીઝ થઈ અને મેકર્સની તિજોરી ભરાઈ ગઈ. ફિલ્મની અપાર સફળતા બાદ બોલિવૂડના નિર્માતાઓએ પણ ફિલ્મની રિમેક બનાવી, પરંતુ તેમના પ્રયાસો વ્યર્થ ગયા. જો તમે સિનેમાના શોખીન છો, તો તમને ફિલ્મ ‘કોકો’ એટલે કે કોલામાવુ કોકિલા યાદ હશે.
આ કોમેડી-ક્રાઈમ ફિલ્મ ૨૦૧૮માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં ‘લેડી સુપરસ્ટાર’ નયનથારા જોવા મળી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન નવોદિત નેલ્સન દિલીપ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને લાઇકા પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત કરવામાં આવી હતી. ફિલ્મ રિલીઝ થઈ અને પહેલા દિવસથી જ મેકર્સના ફેસ પર ખુશી આવી ગઈ.
વાસ્તવમાં, આ ફિલ્મનું બજેટ માત્ર ૮ કરોડ રૂપિયા હતું, પરંતુ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે મેકર્સના ખિસ્સામાં ઘણા પૈસા આવવા લાગ્યા. આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે ૪ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મે ૭૩ કરોડનો જંગી બિઝનેસ કર્યો હતો.
આ ફિલ્મ એક સાદી છોકરી પર આધારિત હતી, જે ડ્રગ માફિયાઓના હોશ ઉડાવી દે છે. જ્યારે આ ફિલ્મે જોરદાર કમાણી કરી તો બોલિવૂડમાં પણ તેની રિમેકની ચર્ચાઓ શરૂ થઈ ગઈ.
જ્યારે આ ફિલ્મ હિન્દીમાં તૈયાર કરવામાં આવી ત્યારે તેનું નામ ‘ગુડ લક જેરી’ રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મૅ્્ પ્લેટફોર્મ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી હતી. પરંતુ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો ન હતો.SS1MS