બેંક ખાતા ફ્રીઝ થવાથી ચુંટણી લડવામાં ‘નાણાંકીય’ મુશ્કેલી ભોગવી રહેલા કોંગ્રેસની મુશ્કેલી વધી
કોંગ્રેસ પાસેથી રૂ.૧૩પ કરોડ વસુલાયાઃ વધુ રૂ.પર૪ કરોડના બેનામી વ્યવહારો મળ્યા
(એજન્સી)અમદાવાદ, લોકસભા ચુંટણી સમયે જ આવકવેરા વિભાગની આકરી કાર્યવાહી તથા બેક ખાતા ‘ફ્રીઝ’ થવાની સમસ્યાનો સામનો કરી રહેલા કોગ્રેસ પક્ષ માટે હવે વધુ એક આઈટી-મહાસંકટ તોળાઈ રહયું છે. આવકવેરા વિભાગે ર૦૧૪થી ર૦ર૧ સુધીમાં કોગ્રેસ પક્ષના હિસાબ માં રૂ.પર૪ કરોડના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢયા છે. અને હવે આ વ્યવહારોના મુદે દેશના મુખ્ય વિપક્ષને વધુ મુશ્કેલીમાં મુકાશે તે નિશ્ચિત કર્યુંછે.
હાલમાં જ કોગ્રેસના અધ્યક્ષ શ્રી મલ્લીકાર્જુન ખડગે, પુર્વ પ્રમુખ, સોનીયા ગાંધી, અને રાહુલ ગાંધી એક પત્રકાર પરીષદ કરી ચુંટણી સમયે તેમના બેક ખાતા ફ્રીઝ કરી તેઓને ચુંટણીમાં નાણાંકીય રીતે ભીસમાં મુકવા મોદી સરકાર પ્રયાસ કરી રહી હોવાનો આરોપ મુકયો હતો. તેમાં હજુ કોગ્રેસ પક્ષ બહાર આવી શકયો નથી ત્યાં જ આઈટી વિભાગે અગાઉના ડયુ પેટે કોગ્રેસ પક્ષના બેક ખાતામાંથી રૂ.૧૩પ કરોડ ટ્રાન્સફર કરી લીધા છે.
તો હવે ર૦૧૯ની લોકસભાની ચુંટણી સહીતના સમયને આવરી લેતા ર૦૧૪થી ર૦ર૧ના સમયમાં આ પક્ષના ખાતામાં રૂ.પર૩.૮૭ કરોડના બેનામી વ્યવહારો શોધી કાઢયા હોવાનો દાવો કર્યો છે.
કોગ્રેસ પક્ષના નેતા અને રાજયસભાના સભ્ય વી.કે તન્ખાએ સ્વીકાયું હતું કે આવકવેરા વિભાગ ભારે દંડ અને વ્યાજની ગણતરી કરીને તેઓ અમારા ખાતામાંથી વધુ નાણા ફ્રીઝ કરશે રૂ.૧૩પ કરોડ અગાઉથી જ લઈ ગયા છે. કોગ્રેસ પક્ષે માર્ચ માસમાં આઈટી ટ્રીબ્યુનલ સમક્ષ અરજી કરીને રૂ.૧૩પ કરોડની રકમ તેમના ખાતામાંથી ટ્રાન્સફર કરાતા આઈટી વિભાગના આદેશ સામે સ્ટે માંગ્યો હતો પણ તે સ્વીકારાઈ ન હતી.
બાદમાં દિલ્હી હાઈકોર્ટે પણ કોગ્રેસ પક્ષે પક્ષને રાહત આપી ન હતી. ર૦૧૯માં એપ્રિલ માસમાં જ ચુંટણીપંચની સુચનાથી સીબીઆઈએ આ અંગે તપાસ કરી હતી અને આવકવેરા વિભાગને સાથે રાખી બાવન સ્થળો પર દરોડા પાડયા હતા. આ તમામ તપાસ ર૦૧૩-ર૦૧૮ થી મધ્યપ્રદેશની ધારાસભા સુધી અને ર૦૧૯ની લોકસભા ચુંટણી સમયે થયેલા વ્યવહારો સામેલ હતા.
કોગ્રેસ પક્ષે છેક ર૦ર૪માં તા.૩૧ માર્ચના એસેસમેન્ટ ડેડલાઈન પુરી થાય તેના થોડા દિવસ પૂર્વે જ આ અંગે હાઈકોર્ટમાં અરજી કરી પણ તે સવીકાર્ય થઈ ન હતી.