Western Times News

Gujarati News

The Kerala Story યુવતીઓને આતંકવાદી બનાવતી સત્ય ઘટના આધારિત ફિલ્મ

કેરળમાં યુવતીઓને કેવી રીતે બનાવાય છે આતંકી?

કહેવામાં આવી રહ્યું છે કે આ વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે, પરંતુ તેનો વિવાદ હજુ પણ ચાલી રહ્યો છે

The Kerala Story નું ટ્રેલર રિલીઝ થતાની સાથે વાયરલ 

મુંબઈ, ફિલ્મ ધ કેરલ સ્ટોરીનું ચોંકાવનારું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અદા શર્મા તેમાં લીડ રોલમાં છે. તેમાં તે છોકરીઓની કહાણી દર્શાવવામાં આવી છે જેઓ ઈસ્લામિક જેહાદની જાળમાં ફસાઈને આઈએસઆઈએસની આતંકી બને છે. કેરળમાં છોકરીઓનું કેવી રીતે ધર્માંતરણ થાય છે. કેવી રીતે હિંદુ પરિવારની શાલિની ફાતિમા બને છે. The Kerala Story Teaser

તેની દર્દનાક કહાણી દેખાડવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે, પરંતુ તેનો વિવાદ હજુ પણ ચાલી રહ્યો છે. અદા શર્મા સ્ટારર આ ફિલ્મ  The Kerala Story થિયેટર્સમાં તારીખ ૫ મે, ૨૦૨૩ના દિવસે રિલીઝ થશે. બોલિવૂડનો એક્શન હીરો વિદ્યુત જામવાલ ઘણાં દિવસોથી મોટા પડદા પરથી ગાયબ છે. આ વખતે તે નિર્માતા તરીકે આવી રહ્યો છે. વિદ્યુત જામવાલની આગામી ફિલ્મ IB 71 ૧૨મી મેના રોજ મોટા પડદા પર આવવાની છે. એક્ટર હવે સંકલ્પ રેડ્ડી દ્વારા નિર્દેશિત ફિલ્મ IB 71 સાથે સ્ક્રીન પર દેખાવાની તૈયારી કરી રહ્યો છે.

IB 71 ગુલશન કુમાર T-series Films અને Reliance Entertainment દ્વારા રજૂ કરાઈ છે. વિદ્યુત જામવાલ, અનુપમ ખેર અને વિશાલ જેઠવા મુખ્ય ભૂમિકામાં છે. વિદ્યુત જામવાલ અને અબ્બાસ સૈયદ દ્વારા નિર્મિત, આદિત્ય શાસ્ત્રી, આદિત્ય ચોક્સી અને શિવ ચનાના સહ-નિર્માતા છે. બોલિવૂડ એક્ટર નવાઝુદ્દિન સિદ્દીકી અને એક્ટ્રેસ ભૂમિ પેડનેકરની નવી ફિલ્મ અફવાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે અફવા લોકોનું જીવન બદલી શકે છે. આ ફિલ્મના નિર્માતા અનુભવ સિંહા છે. સુધીર મિશ્રાએ નવાઝુદ્દિન સિદ્દીકી, સુમિત વ્યાસ અને ભૂમિ પેડનેકર અભિનિત ફિલ્મ અફવાનું દિગ્દર્શન કર્યું છે. નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ‘જાેગીરા સારા રા રા’નું ઓફિશિયલ ટીઝર રિલીઝ થઈ ગયું છે.

આ ટીઝરમાં નવાઝ ઉપરાંત બોલિવૂડ એક્ટ્રેસ નેહા શર્મા પણ જાેવા મળી છે. જે ૧૨મી મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ‘જાેગીરા સારા રા રા’ની વાર્તા ગાલિબ અસદ ભોપાલીએ લખી છે. આ પહેલા તે નવાઝની ‘બાબુમોશાય બંદૂકબાઝ’ની સ્ટોરી પણ લખી ચૂક્યો છે. અને તેના નિર્દેશક કુશાન નંદી છે. તેણે ‘હમ દમ’ અને ‘બાબુમોશાય બંદૂકબાઝ’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.