Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કૃષ્ણા અભિષેક અને કાશ્મીરાના સંબંધોની શરૂઆત વન નાઈટ સ્ટેન્ડથી થઈ હતી ??

વન નાઈટ સ્ટેન્ડનો સનસનીખેજ ખુલાસો

કૃષ્ણાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે કોમેડી સર્કસ ૨, કોમેડી સર્કસ મહા સંગ્રામ, કોમેડી સર્કસ કે સુપરસ્ટાર્સ જેવા શોમાં કામ કર્યું છે

કૃષ્ણા ૧૨ વર્ષ મોટી કાશ્મીરા શાહના પ્રેમમાં પડ્યો હતો 

મુંબઈ, જાણીતો કોમેડિયન કૃષ્ણા અભિષેક તેના કોમિક ટાઈમિંગ માટે પ્રખ્યાત છે. કૃષ્ણા અભિષેક બોલિવૂડ એક્ટર ગોવિંદાનો ભાણિયો છે. લોકપ્રિય કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં સપનાનું પાત્ર ભજવીને કૃષ્ણાએ ખ્યાતિ મેળવી હતી. હવે તે ફરી એકવાર પાછો આવી રહ્યો છે. જાે કે, કૃષ્ણા તેની પત્ની કાશ્મીરા શાહને કારણે પણ ચર્ચામાં રહે છે. Krushna Abhishek Kashmera Shah LoveLife

એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં કાશ્મીરા શાહે તેના અને કૃષ્ણા અભિષેકના સંબંધો સાથે જાેડાયેલ એક ઘટના કહીને હોબાળો મચાવ્યો હતો. આ ઈન્ટરવ્યુ દરમિયાન તેણે વન નાઈટ સ્ટેન્ડનો સનસનીખેજ ખુલાસો કર્યો હતો. કાશ્મીરા શાહના કહેવા પ્રમાણે, તેના અને કૃષ્ણા અભિષેકના સંબંધોની શરૂઆત વન નાઈટ સ્ટેન્ડથી થઈ હતી.

માત્ર કાશ્મીરા જ નહીં પરંતુ કૃષ્ણાએ પણ આ અંગે ખુલીને વાત કરી છે. બંનેની પહેલી મુલાકાત ફિલ્મ ‘પપ્પુ પાસ હો ગયા’ના સેટ પર થઈ હતી. કાશ્મીરા શાહ પહેલેથી જ પરિણીત હતી. કાશ્મીરા, કૃષ્ણા કરતાં ૧૨ વર્ષ મોટી છે અને જ્યારે કૃષ્ણા અભિષેકને ખબર પડી કે તે તેના પતિથી અલગ થઈ રહી છે, ત્યારે તેની ખુશીનો કોઈ પાર નહોતો.

વર્ષો પહેલા કાશ્મીરા શાહ અને કૃષ્ણા અભિષેકે લગ્ન કર્યા હતા અને હવે બંનેને જાેડિયા બાળકો છે. બંનેની મુલાકાત એક ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી. કૃષ્ણા અભિષેકના કહેવા પ્રમાણે, ‘કાશ્મીરા મને શરૂઆતથી જ ઘણા સંકેતો આપી રહી હતી.’ એકવાર એવું બન્યું કે અમે કારમાં હતા અને પછી લાઇટ જતી રહી. વન નાઇટ સ્ટેન્ડ પછી કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહે એકબીજાની ખૂબ કાળજી લેવાનું શરૂ કર્યું.ss1

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers