Western Times News

Gujarati News

હનુમાન મંદિરના પૂજારીની હત્યા કરનાર ઝડપાયો

પ્રતિકાત્મક

જેલમાંથી ફરાર આરોપીએ ચોરીના ઈરાદે હત્યા કરી

નડિયાદ, મહેમદાવાદ શહેરની વાત્રક નદીના કાંઠે આવેલા હનુમાનજી મંદિરમાં સુતેલા પુજારીની ચોરી કરવાના ઈરાદે ઘુસેલા શખ્સે હત્યા કરી હતી. માત્ર પાંચ દિવસમાં પોલીસે ગુનાનો પર્દાફાશ કરતા મહેમદાવાદના રેલવે સ્ટેશન નજીકથી હત્યારાને આબાદ ઝડપીને સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

મહેમદાવાદની વાત્રક નદીના કિનારે હનુમાન મંદિરના પુજારી કાળુભાઈ ફુલાભાઈ ભોઈ સેવાપૂજા કરતા હતા. બાબુ ઉર્ફે બાબુડીયો ટપુભાઈ પરમાર (પઢાર) મુળ રહે. રળોલ તા.લીમડી જી. સુરેન્દ્રનગર (પો. સ્ટે. પાણસીણા) હાલ રહે. મહેમદાવાદ રેલવે સ્ટેશન ફુટપાથનાઓએ ચોરી કરવાના ઈરાદે તા.ર૭મીના રોજ રાત્રે બે કલાકે નીકળ્યો હતો.

ફરતો ફરતો તે વાત્રક નદીના કિનારે પહોંચી પુજારીની બાજુમાં મુકેલા બે મોબાઈલ ફોન ચોર્યા હતા ત્યારબાદ તેણે તિજોરીને ખોલતાં થયેલા ખખડાટથી પૂજારી જાગી ગયા હતા. તેઓએ આ બાબુડીયાએ પોતાના હાથમાં રસ્તામાંથી મળેલા ઘોડીયાના આડા લાકડાના ફટકા પુજારીનું મૃત્યુ ન થાય ત્યાં સુધી ફટકારી દીધા હતા જેથી કાળુભાઈ ભોઈનું તત્કાલ ખાટલામાં જ મૃત્યુ થયુંહતું ત્યારબાદ આ ચોર આરોપી બાબુડીયો ફરાર થઈ ગયો હતો.

આ બાબતે પોલીસને વહેલી સવારે જાણ થતાં મહેમદાવાદ પોલીસ તથા એલસીબી પોલીસ સહિતની વિવિધ પોલીસ એજન્સીઓ ઘટના સ્થળે પહોચી ગઈ હતી એલસીબી અને મહેમદાવાદ પોલીસે સંયુકત અભિયાન હાથ ધર્યું હતું.જેમાં પોલીસ દ્વારા વ્યાપક તપાસ હાથ ધરીને લીમડી તાલુકાના રળોલનો રહીશ અને પાંચથી વધુ ખતરનાક ગુનાઓ કરનાર આરોપીને મહેમદાવાદના રેલવે સ્ટેશન પાસેથી જ દબોચી લીધો હતો.

આરોપીએ આ ગુનામાં પોતે ચોરી કરવાના ઈરાદે પુજારી જાગી જતા તેઓની ઘોડિયાના આડા લાકડાનો ઘા મારીને હત્યા કર્યાની કબુલાત કરી હતી. આમ પોલીસે માત્ર પાંચ દિવસમાં ગુનાનો ભેદ ઉકેલીને સનસનાટી મચાવી દીધી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.