નર પોપટે માતા સીતાને શ્રાપ આપ્યો હતો

નવી દિલ્હી, ભારતભરના સનાતનીઓ ખૂબ જ ખુશ છે, કારણ કે ૫૦૦ વર્ષો બાદ રામ લલ્લા તેમના નિજ મંદિરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જેના ભાગ રૂપે ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આમ તો અપને સૌ રામાયણ સિરિયલ જાેઈ હોવાથી ભગવાન રામ અને સીતાજીના વિવિશ જીવન પ્રસંગો વિશે જાણીએ છીએ.
પરંતુ મોટાભાગના લોકોને સીતાજીનો જન્મ કેવી રીતે થયો હતો? રાજા જનકની પુત્રીનું નામ ‘સીતા’ કેમ રાખવામાં આવ્યું? માતા સીતાની ઉત્પત્તિ કેવી રીતે થઈ? પોપટે માતા સીતાને શા માટે અને શા માટે શ્રાપ આપ્યો? આવી કેટલીક ખાસ બાબતો વિશે નથી જાણતા. ત્યારે આજે આ લેખ દ્વારા અમે તમારા આ તમામ પ્રશ્નોનો જવાબ આપવા જઈ રહ્યા છીએ.
પૌરાણિક માન્યતા અનુસાર, એકવાર માતા સીતાએ પોતાની સાથે એક નર અને માદા પોપટ રાખ્યા હતો. કહેવાય છે કે તેમાંથીએક માદા પોપટનું કેટલાક કારણોસર મૃત્યુ થયું હતું. જ્યારે માદા પોપટનું મૃત્યુ થયું, ત્યારે નર પોપટે સીતાજીને શ્રાપ આપ્યો હતો. નર પોપટે માતા સીતાને શ્રાપ આપ્યો કે જે રીતે તેને તેના જીવનસાથીથી છૂટા પાડવાનું દુઃખ થયું, તે જ રીતે માતા સીતાએ તેમના જીવનસાથીથી અલગ થવાનું દુઃખ થશે.
માતા સીતાની ઉત્પત્તિને લઈને ઘણી માન્યતાઓ અને કથાઓ પ્રચલિત છે. મહર્ષિ વાલ્મીકિ દ્વારા લખાયેલ રામાયણ મુજબ, એક સમયે રાજા જનક ખેતર ખેડતા હતા. તે દરમિયાન તેમની નજર એક યુવતી પર પડી. જે બાદ તેઓ આ બાળકીને પોતાના ઘરે લાવ્યા અને તેને ઉછેરી. હળના આગળના ભાગને ‘સીતા’ કહેવામાં આવે છે અને ખેતર ખેડતી વખતે રાજા જનકને પુત્રી પ્રાપ્ત થઇ હતી. તેથી માનવામાં આવે છે કે રાજા જનકે તે કન્યાનું નામ ‘સીતા’ રાખ્યું હતું.
જાેકે, માતા સીતાને અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે, જેમ કે જાનકી, વૈદેહી વગેરે. અન્ય એક પૌરાણિક કથા અનુસાર, સીતાજી મંદોદરી અને રાવણની પુત્રી હતી. કહેવાય છે કે માતા સીતા વેદવતી નામની સ્ત્રીનો પુનર્જન્મ હતી. માન્યતા અનુસાર, તેમણે રાવણના ક્રોધથી બચવા માટે આત્મદાહ કર્યું હતું.
વેદવતીએ આત્મદાહ કરતાં પહેલાં રાવણને શ્રાપ આપ્યો હતો કે તે પોતાના આગામી જન્મમાં તેની પુત્રી બનીને તેનો નાશ કરશે. સમય આવ્યે રાવણની પત્ની મંદોદરીએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. આ જાણીને રાવણને વેદવતીએ આપેલો શ્રાપ યાદ આવ્યો. જે બાદ રાવણે તેની પુત્રીને સમુદ્રમાં છોડી દીધી હતી.
કહેવાય છે કે સમુદ્રની દેવીએ તે કન્યાને ધરતી માતાને સોંપી દીધી હતી. એ જ છોકરી પાછળથી સુનૈના દેવી (જનકની પત્ની) અને રાજા જનકની પુત્રી ‘સીતા’ તરીકે ઓળખાઈ. SS1SS