જામનગરના બ્રાસ ઉદ્યોગ સતત વિકાસ પામે તે માટે હરહંમેશ પ્રયત્નશીલ રહેવા સાંસદની ખાતરી
જામનગરમાં બ્રાસ ઉદ્યોગકારો દ્વારા સાંસદનું અભિવાદન
જામનગર, જામનગરના બ્રાસ ઉધોગના પર્યાવરણના પ્રશ્નનો કાયમી ઉકેલ સાંસદ તરીકે ૧૦ વર્ષના કાર્યકાળની સમાપ્તી તથા સતત ત્રીજી ટર્મ માટે પસંદગીના આ ત્રિવેણી સંગમ સમા પ્રસંગે જામનગર ફેકટરી ઓનર્સ એસો.-એકઝીમ મેટલ મર્ચન્ટ એસો.દ્વારા સાંસદ પુનમ માડમનો સન્માન સમારંભ યોજાયો હતો.
જામનગરના બ્રાસઉધોગ માટે પર્યાવરણના વિભાગના નવા નોટીફીકેશનનો કારણે ઉભી થયેલી મુશ્કેલરૂપ પરિસ્થિતીનો સાંસદ પુનમ માડમ ના પ્રયત્નોથી ઉકેલ આવ્યો માત્ર જામનગરના બ્રાસ ઉધોગને જ નહી પરંતુ સમગ્ર દેશની રિસાઈકલીગ ઈન્ડસ્ટ્રીઝને રાહત મળી છે. આથી જામનગર ફેકટરી ઓનર્સ એસો.તથા એકઝીમ મેટલ મર્ચન્ટ એસો.ના સંયુકત ઉપક્રમે સુમેર સ્પોર્ટસ કલબમાં સાંસદ પુનમ માડમનું અભિવાદન કરાયું હતું.
જેમાં જામનગર-ચેમ્બર ઓફ કોમર્સ, જીઆઈડીસી પ્લોટ-શેડ હોલ્ડર્સ એસો. જામનગર બ્રાસ ફાઉન્ડ્રીની એસો., જામનગર ઈલેકટ્રોપ્લેટર્સ એસો., એમ.પી.શાહ. મ્યુનિ. ઉધોગનગર એસો., પટેલ કોલોની ઈન્સ્ડસ્ટ્રીયલ એસો.નાના ઉધોગ સહકારી વસાહત, હાપા ઉધોગનગર સંઘ વગેરે સંસ્થાના પ્રમુખ હોદેદારો સંઘ કારોબારી સમીતીના સભ્યો તથા ઉધોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં
જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના પ્રમુખ લાખાભાઈ કેશવાલાને જણાવ્યું હતું કે જામનગરના રોજગારલક્ષી બ્રાસ ઉધોગના વિકાસને અસરકર્તા ઘણા પ્રશ્નોનો સાંસદ પુનમ માડમે સાનુકુ ઉકેલ બ્રાસઉધોગને મોટી રાહત અપાવી છે.
એકઝીમ મેટલ મર્ચન્ટ એસો.ના પ્રમુખ ધરમજોશીએ ભુતકાળ તથા વર્તમાન સમયમાં જામનગરના શહેરીજનો તથા ઉધોગકારોએ આપવામાં આવેલ સહયોગ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.
સાંસદ પુનમ માડમ પ્રત્યુતરમાં જામનગરનો બ્રાસઉધોગ કે જે પોતાના કાર્યક્ષેત્રમાં આવે છે. તે ખુશીની વાત છે તેમ જણાવી ઉમેયું હતું કે આ ઉધોગના દરેક પ્રશ્નોના ઉકેલવા મળેલ સફળતાના પાયામાં ભારત સરકારની ઈઝીછ ડુઅીગ બિઝનેસ પોલીસી તથા સ્થાનીક ઉધોગનો વૈશ્વીક ફકલ પર હરીફાઈમાં ઉભા રાખવા માટે સક્ષમ કરવાની નેમ તથા તેની માટેની સરકારની નીતી તથા બ્રાસના ઉધોગકારોન તરફથી મળતી રજુઆતો છે.
ભવીષ્યમાં પણ જામનગરના બ્રાસ ઉધોગના કોઈપણ પ્રશ્નોના સાનુકુળ ઉકેલ લાવવા માટે કટીબદ્ધતા દર્શાવી બ્રાસ ઉધોગના સતત વિકાસ પામે તે માટે હરહમેશ પ્રયત્નશીલ રહેવા ખાતરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન લલીત જોશીએ આભારવીધી એકઝીમ મેટલ મર્ચન્ટ એસો.ના સભ્ય કેયુર ખટ્ટરે કરી હતી.