Ahmedabad : આ કારણસર દમની બિમારીથી પિડાતા લોકો વધી રહ્યા છે
અમદાવાદમાં પ્રદુષણનું સ્તર વધ્યું, પિરાણામાં એક્યુઆઈ ૩૪૩ નોંધાયો
અમદાવાદ, શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી હવાના પ્રદુષણમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના પરિણામે દમની બીમારીથી પીડાતા અનેક શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થયો છે.
શહેરના પિરાણા વિસ્તારમાં સૌથી વધારે AQI નોંધાયો હતો. આ વિસ્તારમાં ઔદ્યોગિક એકમો અને વાહનોથી ધમધમતો રહે છે. આ વિસ્તારમાં બપોરના સમયે AQI ૩૫૦ નજીક પહોંચ્યો હતો. ૩૦૧થી ૪૦૦ વચ્ચેનો AQI જાેખમી માનવામાં આવે છે.
the number of people suffering from asthma in Ahmedabad due to pollution
સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદીઓને સાબરમતી નદીના પ્રદૂષણમાંથી મુક્તિ મળે તે પહેલા ખતરનાક હવા પ્રદૂષણે શહેરીજનોના સ્વાસ્થ્ય પર ગંભીર જાેખમ ઉભું કર્યું હોવાનું જાણવા મળે છે.
શહેરના પીરાણા સહિત આસપાસના વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) અત્યંત ખરાબ શ્રેણીમાં પહોંચ્યો છે. અમદાવાદમાં વધી રહેલા વાહનોની સંખ્યા અને ફેક્ટરીઓના ફાટી નીકળેલા રાફડાને કારણે પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. હવામાં ઉડતી ધૂળ અને ધૂમાડાના કારણે હવા બિન આરોગ્યપ્રદ બની રહી છે.
શહેરના પીરાણા વિસ્તારનો બપોરે ૧૨ વાગ્યે એક્યુઆઈ ૩૪૩ નોંધાયો છે. ૩૦૧થી ૪૦૦ વચ્ચેનો એક્યુઆઈ ‘અત્યંત ખરાબ’ શ્રેણીમાં આવે છે. હૃદય અને ફેફસાંના રોગના દર્દીઓ માટે આ ખરાબ હવા ખૂબ જાેખમકારક બની શકે છે. અગાઉ પણ શહેરના ઓઢવ તેમજ અન્ય વિસ્તારોમાં પણ વાયુ પ્રદૂષણમાં વધારો નોંધાયો હતો.
અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી હવાનું પ્રદૂષણ એક ગંભીર મુદ્દો બની રહ્યો છે. જેમાં ખાસ કરીને ધૂળના સૂક્ષ્મ રજકણ હવામાં ભળવાથી હવા વધુ પ્રદૂષિત થાય છે. ત્યારે હવાનું પ્રદૂષણ અટકાવવા તંત્ર એકશન મોડ પર આવી ગયું છે. આ હવાના પ્રદૂષણમાં કન્સ્ટ્રક્શન સાઈટનો મોટો હિસ્સો હોવાથી તંત્રએ પર્યાવરણને સુરક્ષિત રાખવા એક પરિપત્ર બહાર પાડયો છે.
અમદાવાદમાં ચાલતી તમામ કન્સ્ટ્રક્શન સાઈટ પર કપડાનો મોટો પડદો લગાવી તેમ જ સાઈટમાંથી સૂક્ષ્મ રજકણો હવામાં ન ભળે તેની તકેદારી રાખવા આદેશ આપ્યો છે. આ સૂચનાનું પાલન નહીં કરનારી બાંધકામ સાઈટને રજાચિઠ્ઠી સ્થગિત કરવાની ચેતવણી આપી છે.
તંત્રએ પરિપત્ર બહાર પાડી તમામ બાંધકામ સાઈટને રોડ માટીથી ખરાબ ન થાય તે માટે યોગ્ય પગલા લેવા સૂચના આપી છે. બિલ્ડીંગ તોડતી વખતે હવાનું પ્રદૂષણ રોકવા પણ આદેશ કરાયો છે.