ઘેર નૃત્ય દ્રારા પંરપરાગત રીતે હોળી-ધૂળેટી પર્વની ઉજવણી કરી ગોધરા બહારપુરા મારવાડી સમાજના લોકોએ
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) રાજસ્થાનમાં હોળી-ધૂળેટી પર્વનું વિશેષ મહત્વ હોય છે આજ રીતે ગોધરા ના બહારપુરા મારવાડી વાસ ખાતે છેલ્લાં ૧૫૦ વર્ષ ઉપરાંતથી વસતા મારવાડી સમાજ ના લોકોએ ગેર નૃત્ય દ્વારા પરંપરાગત રીતે હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.
દેશ ભરમાં હોળી-ધુળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવતી હોય છે.હોળી-ધુળેટી પર્વની વિશેષતા એ રહી છે કે સમાજના તમામ વર્ગો એક સરખા ઉલ્લાસથી એકતાના રંગમાં રંગાઈ જાય છે.અને એમાંય ખાસ કરીને રાજસ્થાનમાં હોળી-ધુળેટી પર્વનું વિશેષ મહત્વ હોઈ એજ મહત્વ ગોધરા બહારપુરા મારવાડી વાસ ખાતે રહેતા મારવાડી સમાજ દ્રારા ગેરનૃત્ય દ્વારા પરંપરાગત રંગોનો પર્વ હોળી-ધુળેટી મનાવે છે.
કહેવત છે કે બાર ગાઉ બોલી બદલાય પણ ભારત દેશમાં ઉત્સવોનો ઉમંગ એક સરખોજ રહ્યો છે. અબાલ વૃદ્ધ ,હોઈ કે નવ યુવાન યુવક,યુવતીઓ હોઈ કે પછી નાનાં બાળકો હોઈ સૌને હોળી-ધુળેટી પર્વનો ઉમંગ એક સરખોજ જોવા મળે છે.એવામાં ખાસ કરીને રાજસ્થાનીઓ માટે હોળી-ધૂળેટીનો રંગોત્સવ પ્રદેશની એક આગવી ઓળખ બની ગયો છે.
વતન થી દુર હોઈ છતાં રાજસ્થાનીઓ પરંપરાગત રીતે પર્વ મનાવે છે.ત્યારે,આવોજ એક હોળી-ધુળેટી પર્વનો પરંપરાગત ઉત્સાહ અને ઉમંગ ગોધરા ના મારવાડી વાસ ખાતે જોવા મળ્યો હતો.
ગોધરા શહેરના બહારપુરા મારવાડી વાસ ખાતે અંદાજે ૧૨૫ થી ૧૫૦ વર્ષ પૂર્વે વસેલા રાજસ્થાની મારવાડી સમાજના લોકોએ ગેરનૃત્ય માટે જાણીતા રાજસ્થાની સમાજનું ધેર (લાઠી રાસ) નૃત્ય અને તે પણ ઢોલ,થાળીના તાલે અનોખી ભાત ઉપસાવે છે. ગેર નૃત્ય મા તમામ મારવાડી સમાજ લોકોએ ભાગ લઈને મારવાડી સમાજની એકતા બતાવી હતી.