ટ્રેકટર લાવવા માટે નાણાં ન આપતાં પુત્રએ પિતાને ખાટલે બાંધી ગળુ દબાવી હત્યા કરી

હાલોલના શિવરાજપૂર પાસે પંડોળ ગામનો બનાવ
ગોધરા, પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુર પાસે આવેલા પંડોળ ગામે માનવતાને શર્મસાર કરતો બનાવ બનવા પામ્યો છે. જેમાં ટ્રેક્ટર લાવવાના માટે રૂપિયાની માંગણી કરનાર પુત્રને પિતાએ રૂપિયા ન આપતાં પિતાને માર મારી ખાટલા સાથે બાંધી દઈ પિતાનું ગળું દબાવી સગા પુત્રએ પિતાની કરપીણ હત્યા કરતાં સમગ્ર પંથકના ચકચાર મચી જવા પામી છે.
પિતાની હત્યા કરનાર કપૂત પુત્ર સામે લોકોમાં ફિટકાર વરસતો જાેવા મળી રહ્યો છે. બનાવને પગલે તાત્કાલિક એક્શનમાં આવેલી પાવાગઢ પોલીસે આરોપી પ ુત્રને ગણતરીના જ કલાકોમાં ઝડપી જેલના સળીયા પાછળ ધકેલી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર બનાવની મળતી વિગતો પ્રમાણે હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક પંડોળ ગામે લવાર ફળિયામાં રહેતાં ૭૦ વર્ષીય આધેડ ચંદ્રાભાઈ પુનાભાઈ ડામોર ખેતી કામ કરી પોતાનું ચલાવતા હતા. તેનો પુત્રણ રણજીત ડામોર તેઓની સાથે રહેતો હોવા છતાં કોઈ કામ ધંધો ન કરતો હતો. નશો કરવાની ટેવ ધરાવતો અને અવારનવાર પિતા સગા નાના ભાઈઓ સાથે ઝઘડા કરતો હતો.
આધેડ હોવા છતાં ચંદ્રાભાઈ ખેતી કરી પોતાની સાથે રહેતા તમામ લોકોનું પાલન પોષણ કરતા હતા. જેમાં છેલ્લા કેટલાય દિવસથી રણજીત ડામોર પોતાના પિતા પાસે નવું ટ્રેક્ટર લાવવા માટે આઠ લાખ રૂપિયા જેટલી માતબર રકમની માંગણી કરતો હતો. પરંતુ પરિવારના લોકોનું ખેતી કરી હું ટુંકી આવકમાં ગુજરાન ચલાવતાં ચંદ્રાભાઈ પાસે આટલી માટેી રકમની કોઈ સગવડ ન હોઈ તેઓ ઈન્કાર કરી દેતા રણજીતે પોતાના પિતા ચંદ્રાભાઈ સાથે ટ્રેક્ટરના રૂપિયાના માંગણી કરતો અને ઝઘડા કરતો હતો.
આ બાબતે ઝઘડો કરી ચંદ્રાભાઈના બરડામાં લાકડાનું ફાચર મારી તેઓની જમીન પર પાડી દીધા હતા. તેઓનો ડાબો પગ ખાટલા સાથે બાંધી તેઓના પેટ પર ચડી જઈ ગળુ દબાવી હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
બનાવ અંગેની જાણ તાત્કાલિક પાવાગઢ પોલીસને કરતાં પાવાગઢ પોલીસ મથકના પી.એસ.આઈ. આર.જે. જાડેજા સહિત પોલીસ ટીમ સ્થળે દોડી આવી હતી. મૃતક ચંદ્રાભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લાવી તેઓના મૃતદેહનું પેનલ પીએમ કરાવ્યું હતું.